Home> India
Advertisement
Prev
Next

CBIvsPolice: અધિકારીઓની ધરપકડ સુપ્રીમની સ્પષ્ટ અવગણના, CBI પાસેછે આ વિકલ્પ

સીબીઆઇના એક પૂર્વ અધિકારી નવનીત વાસને આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પોલીસ પાસે સીબીઆઇના અધિકારીઓની ધરપકડ કરવાનો કોઇ જ આધાર નથી

CBIvsPolice: અધિકારીઓની ધરપકડ સુપ્રીમની સ્પષ્ટ અવગણના, CBI પાસેછે આ વિકલ્પ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રવિવારે કોલકાતા પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા માટે ગયેલી સીબીઆઇની ટીમને રાજ્ય પોલીસ દ્વારા કસ્ટડીમાં લઇ લેવામાં આવી હતી. ત્યાર બાદથી જ રાષ્ટ્રીય તપાસ એજન્સી સીબીઆઇ રાજ્યમાં અસંમજસની સ્થિતીમાં  છે. ત્યાર બાદથી જ રાષ્ટ્રીય તપાસ એઝન્સી સીબીઆઇ રાજ્યમાં અસમંજસની સ્થિતીમાં જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સીબીઇ આ મુદ્દે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પાસે જશે. સીબીઆઇ રાજ્યપાલ પાસે અધિકારીઓને ધરપકડ મુદ્દે હસ્તક્ષેપની માંગ કરી શકે છે. 

સુત્રો અનુસાર સીબીઆઇ સોમવારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. સીબીઆઇના પુર્વ અધિકારીઓ પણ એવું માને છે કે સીબીઆઇને આ આ પ્રસંગે સુપ્રીમ કોર્ટનો જ દરવાજો ખટખટાવો જોઇએ. કારણ કે, આ કેસની સુનવણી અંગે સુપ્રીમ કોર્ટ જ આદેશ આપી રહી છે. સીબીઆઇના એક પુર્વ અધિકારી નવનીત વાસને આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પોલીસ પાસે સીબીઆઇનાં અધિકારીઓની ધરપકડનો કોઇ જ આધાર નથી. આ સ્પષ્ટ રીતે સુપ્રીમ કોર્ટનાં આદેશોનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, પુછપરછમાં કાર્યવાહી કાયદા અનુસાર જ થઇ રહી હતી. તેમણે કહ્યું કે, આ મુદ્દે સીબીઆઇને તત્કાલ સુપ્રીમ કોર્ટમાં જવું જોઇએ. કહેવાઇ રહ્યું છે કે સીબીઆઇ રાજ્યપાલ પાસે આ મુદ્દે કેન્દ્રીય સુરક્ષાદળોને મોકલવાની માંગ કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)ના અધિકારીઓની એક ટીમ પોંજી ગોટાળાના મુદ્દે પુછપરછ માટે કોલકાતાના પોલીસ આયુક્ત રાજીવ કુમાર ઘરે પહોંચી હતી. જો કે સંત્રીઓએ સીબીઆઇની ટીમને બહાર જ અટકાવી હતી. સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું કે, સીબીઆઇ રોજ વેલી અને શારદા ચીટ ફંડ ગોટાલા મુદ્દે કુમારની પુછપરછ કરવા માટે આવી રહી છે. જો કે ત્યાં ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ સીબીઆઇ અધિકારીઓને પોલીસ દ્વારા કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More