Home> India
Advertisement
Prev
Next

કોલકાતા પોલીસ કમિશ્નરની આજે ફરી પૂછપરછ કરશે CBI, પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ પણ રહેશે હાજર

સીબીઆઇના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે રાજીવ કુમારને આ કૌભાંડના મહત્વના પૂરાવા સાથે છેડછાડમાં તેમની કથિત ભૂમિકાને લઇને લગભગ 9 કલાક સુધૂ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન સીબીઆએ કોઇ (પ્રેસ) બ્રિફિંગ કરી ન હતી.

કોલકાતા પોલીસ કમિશ્નરની આજે ફરી પૂછપરછ કરશે CBI, પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ પણ રહેશે હાજર

નવી દિલ્હી/ શિલાંગ: કેન્દ્રયી તપાસ બ્યૂરો (સીબીઆઇ) શારદા ચિટફંડ કૌભાંડમાં મામલે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારથી શિલાંગમાં બીજો દિવસ રવિવારે પણ પૂછપરછ કરશે. તપાસ એજન્સીએ રવિવારે પૂછપરછ માટે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ કૃણાલ ઘોષને પણ બોલાવ્યા છે. ત્યારે, રાજીવના એક નજીકી અધિકારીએ જણાવ્યું કે કોલકાતા પોલીસ કમિશ્નરે સીબીઆઇ અધિકારીઓની પૂછપરછનો વીડિયો રેકોર્ડિંગ કરવાની માગ કરી છે.

વધુમાં વાંચો: મનોહર પર્રિકર બિમારીમાં દેશની સેવારત્ત, રાહુલ ગાંધી ગંદી રાજનીતિમાં વ્યસ્ત: શાહ

અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઇના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે રાજીવ કુમારને આ કૌભાંડના મહત્વના પૂરાવા સાથે છેડછાડમાં તેમની કથિત ભૂમિકાને લઇને લગભગ 9 કલાક સુધૂ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન સીબીઆએ કોઇ (પ્રેસ) બ્રિફિંગ કરી ન હતી. પૂછપરછ શિલાંગના ઓકલેન્ડમાં ઉચ્ચ સુરક્ષાવાળા સીબીઆઇ ઓફિસમાં થઇ હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર આ પૂછપરછ થઇ રહી છે.

વધુમાં વાંચો: ટીએમસી MLA પુજા કરીને મંચ પરથી ઉતર્યા તે સાથે જ ગોળીબાર, ઘટના સ્થળે જ મોત

રાજીવ કુમારના વકીલ બિશ્વજીત દેબએ જણાવ્યું કે તેઓ સીબીઆઇને સહકાર આપી રહ્યાં છે. તેમને સીબીઆઇ કાર્યાલયની બહાર કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ પર અહીંયા આવ્યા છે. તેમણે પહેલા પણ વાત માની છે અને અત્યારે પણ આદેશના અનુસાર ચાલી રહ્યાં છે. રાજીવ કુમારે તે ખાસ તપાસ દળની આગેવાની કરી હતી જે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચિટફંડ કૌભાંડની તપાસ માટે બનાવ્યું હતું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ સીબીઆઇને સોંપી છે.

વધુમાં વાંચો: મની લોન્ડરીંગ મુદ્દે વાડ્રાની સતત ત્રીજા દિવસે પુછપરછ, પ્રિયંકા ગાંધી પણ સાથે...

વકીલ દેબએ જણાવ્યું કે કુમાર બીજા દિવસે આજે પણ સીબીઆઇ કાર્યાલયમાં હાજર રહેશે. દેબએ પશ્ચિમ બંગાળના બે વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ જાવેદ શમીમ અને મુરલીધર શર્માની સાથે દિવસમાં થોડી થોડી વાર માટે કુમારની ત્રણ વખત મુલાકાત કરી છે. દેબ મેઘાલય માટે તૃણમૂલ કોંગ્રેસના સંયોજક પણ છે.

વધુમાં વાંચો: Twitterના સીઇઓનો સંસદીય સમિતી સામે રજુ થવાનો સ્પષ્ટ ઇન્કાર: સુત્ર

સીબીઆઉ સૂત્રોએ જણમાવ્યું કે તપાસ એજન્સી કુમારનો કૃણાલ ઘોષથી આમનો-સામનો કરાવી શકે છે પરંતુ આ સંબંધમાં નિર્ણય શિલાંગમાં હાજર તપાસ અધિકારીઓ જ કરશે. કૃણાલ ઘોષને રવિવારે શિલાંગ બોલાવવામાં આવ્યા છે.

વધુમાં વાંચો: અનામત મુદ્દે ગહલોતે છેડો ફાડ્યો, કહ્યું કેન્દ્ર સરકાર પાસે માંગણી ઉઠાવે ગુર્જરો

કોલકાતામાં અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઇ તૃણમૂલમાંથી હાંકી કાઢવામાં આવેલા કૃણાલ ઘોષ દ્વારા ઇડીને લખેલા 91 પેજના પત્ર પર વિશ્વાસ કરી રહી છે. આ પત્રમાં મુખ્ય આરોપીઓ- શારાદ ગ્રુપ ઓફ કંપનીઝના પ્રવર્તકો સુદીપ્ત સેન અને દેબજાની મુખર્જીના કશ્મીર ભાગી ગયા બાદ આ પોંજી કૌભાંડની તપાસમાં કૂમારની ભૂમિકા જણાવી છે.

વધુમાં વાંચો: 5 કરોડ PF ધારકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા સરકાર આપશે ખુશખબરી!

સેન અને મુખર્જીને 2013માં કશ્મીરથી ધરપકડ કરવામાં આવ્યા હતા. ઘોષે શારદા કૌભાંડમાં ભાજપ નેતા મુકૂલ રાય અને 12 અન્ય પર માટલું ફોડ્યું હતું. મુકૂલ રાય ક્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ હતા. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મંગળવારે કુમારને સીબીઆઇ સમક્ષ હાજર થવા અને શારાદ ચિટફંડ કૌભાંડથી ઉભા થયેલા મામલે તપાસમાં સહકાર કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની ધરપકડ કરવામાં નહીં આવે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More