Home> India
Advertisement
Prev
Next

Jammu Kashmir: પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં આગ લાગી, અકસ્માતમાં 5 જવાનના મોત

જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં ઓછામાં 5 જવાનો શહીદ થયાની માહિતી મળી છે. 

Jammu Kashmir: પૂંછ-જમ્મુ નેશનલ હાઈવે પર સેનાની ગાડીમાં આગ લાગી, અકસ્માતમાં 5 જવાનના મોત

જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. નેશનલ હાઈવે પર સેનાના ટ્રકમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 5 જવાનના મોત થયા છે. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ ટ્રકમાં 10થી 12 જવાનો સવાર હતા. આગના કારણે તેમાં બેઠેલા જવાનો આગમાં ઝૂલસી ગયા. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

મળતી માહિતી મુજબ સેનાની આ ગાડીમાં હથિયારો ઉપરાંત ડીઝલ પણ હતું જેના કારણે આગ ભડકી ગઈ. જે સમયે આ અકસ્માત થયો ત્યારે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હતો. પરંતુ આમ છતાં ટ્રકની આગ પર કાબૂ મેળવી શકાયો નહી. સેના અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે અને આગ બૂઝાવવાની કોશિશ ચાલુ છે. આ ઘટના પર સેના તરફથી હજુ કોઈ નિવેદન આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More