Home> India
Advertisement
Prev
Next

UPSCમાં નિષ્ફળ ઉમેદવારો માટે ખુશખબરી: સરકાર આપશે નોકરી, જાણો કઇ રીતે

આઇએએસ ઇન્ટરવ્યુ સુધી પહોંચીને નિષ્ફળ ગયેલા ઉમેદવારોને અન્ય મંત્રાલયોમાં ક્લાસ-1થી નીચેની પોસ્ટ પર નોકરી આપવામાં આવે તેવું સરકારનું આયોજન

UPSCમાં નિષ્ફળ ઉમેદવારો માટે ખુશખબરી: સરકાર આપશે નોકરી, જાણો કઇ રીતે

નવી દિલ્હી : UPSCની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. પ્રિલિમ્સ અને મેઇન્સ જેવી આકરી લેખીત કસોટીઓ પાર કર્યા બાદ ઇન્ટરવ્યુમાં પણ સ્થાન મેળવવું સરળ નથી હોતું. જો કે લેખીત પરિક્ષા પાસ કર્યા બાદ ઇન્ટરવ્યુમાં અનેક વિદ્યાર્થીઓને નિરાશા સાપડતી હોય છે. જેના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડતા હોય છે. 

LIVE: પ્રિયંકાનું લખનઉમાં શક્તિપ્રદર્શન, રોડ શોમાં જનમેદની ઉમટી પડી

એવા વિદ્યાર્થીઓ માટે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે.
સંઘ લોક સેવા આયોગ (UPSC) ના ચેરમેન અરવિંદ સક્સેનાએ સરકાર અને તેના મંત્રાલયોને ભલામણ કરી છે કે સિવિલ સેવા પરીક્ષાના ઇન્ટરવ્યુની અંતિમ યાદીમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સરકારી સેવાઓમાં ભર્તી સુનિશ્ચિત કરવામાં આવે. એક અખબારી અહેવાલના અનુસાર ન માત્ર યુપીએેસસીના વિદ્યાર્થી પરંતુ અન્ય પરિક્ષાઓમાં પણ ઇન્ટરવ્યુ સુધી પહોંચનારા વિદ્યાર્થીઓ માટે ભરતીની માંગણી કરી છે. 

રાફેલ અંગેનો CAG રિપોર્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલાયો: કાલે સંસદમાં રજુ થશે

ઓરિસ્સામાં યોજાયેલા રાજ્ય લોકસેવા પંચના અધ્યક્ષોનાં ત્રેવીસમાં રાષ્ટ્રીય સમ્મેલન પ્રસંગે યુપીએસસીના ચેરમેન અરવિંદ સક્સેનાએ કહ્યું કે, દર વર્ષે લગભગ 11 લાખ ઉમેદવાર સિવિલ સેવા પરિક્ષા માટે અરજી કરે છે. તેમાંથી અડધા ઉમેદવારો જ પરિક્ષા આપે છે. પરીક્ષામાં તબક્કા અનુસાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. આખરે 600 ઉમેદવાર જ હોય છે જેઓ ઇન્ટરવ્યું સુધી પહોંચી શકે છે. 

ફરી ED સમક્ષ હાજર થશે રોબર્ટ વાડ્રા, બિકાનેર કેસ અંગે થશે પુછપરછ

સમ્મેલનમાં તેમણે કહ્યું કે, સરકાર આ મુશ્કેલ પસંદગી પ્રક્રિયાથી પસાર થનારા વિદ્યાર્થીઓની યાદી અન્ય મંત્રાલયોમાં ભરતી અંગે વિચાર કરવો જોઇએ. જેથી એવા વિદ્યાર્થીઓનો તણાવ અને દુખ ઘટી શકે. તેમણે જો કે તે વાતનો ઉલ્લેખ પણ કર્યો કે 2018માં જાહેર ક્ષેત્રની કંપની એનટીપીસીએ આવા ઉમેદવારોને નોકરી આપવા માટે જાહેરાત આપી છે જેઓ ઇન્ટરવ્યુમાં નિષ્ફળ જાય છે. સિવિલ સર્વિસનાં 2018નાં હાલ ઇન્ટરવ્યું ચાલી રહ્યા છે અને થોડા જ મહિનાઓમાં તેનાં પરિણામની શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More