Home> India
Advertisement
Prev
Next

Cabinet Decisions: મોંઘવારીથી મોટી રાહત! ઘટશે CNG-PNG ના ભાવ, જાણો સરકારે શું નિર્ણય લીધો

CNG PNG Price : સીએનજી અને પીએનજીના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગેસ કિંમત નિર્ધારણના નવા ફોર્મ્યુલાને મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે જ મંત્રીમંડળની બેઠકમાં સીએનજી અને પીએનજીના ભાવ પર મહત્તમ મર્યાદા નિર્ધારિત કરાઈ છે. 

Cabinet Decisions: મોંઘવારીથી મોટી રાહત! ઘટશે CNG-PNG ના ભાવ, જાણો સરકારે શું નિર્ણય લીધો
Updated: Apr 06, 2023, 10:53 PM IST

રાહતના સમાચાર આવ્યા છે. બહુ જલદી સીએનજી (CNG) અને પીએનજી (PNG) ના ભાવ ઘટવાના છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વના નિર્ણય લેવાયા. મંત્રીમંડળે ઘરેલુ પ્રાકૃતિક ગેસની કિંમત નિર્ધારણ માટેના નવા ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ સીએનજી અને પાઈપથી આપૂર્તિ કરવામાં આવતા રસોઈ ગેસના ભાવ પર મહત્તમ મર્યાદા નક્કી કરી છે. સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રીમંડળના નિર્ણયો અંગે જાણકારી આપતા આ વાત કરી. તેમણે જણાવ્યું કે મંત્રીમંડળે એપીએમ ગેસ માટે 4 ડોલર પ્રતિ એમએમબીટીયુના આધારે મૂલ્યને મંજૂરી આપી છે. આ સાથે જ અધિકત્તમ મૂલ્ય 6.5 ડોલર પ્રતિ એમએમબીટીયુ રાખવા પર મહોર લાગી છે. 

ક્રુડથી લિંક હશે કિંમતો

નવા ફોર્મ્યુલા મુજબ હવે ઘરેલુ પ્રાકૃતિક ગેસની પ્રાઈઝિંગ આંતરરાષ્ટ્રીય હબ ગેસની જગ્યાએ ઈમ્પોર્ટેડ ક્રૂડ સાથે લિંક હશે. ઘરેલુ ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવના મંથલી એવરેજના 10 ટકા હશે. તેને દર મહિને સૂચિત કરવામાં આવશે. તેનાથી પીએનજી, સીએનજી, ફર્ટિલાઈઝર પ્લાન્ટ વગેરેને ફાયદો થશે. જેનો સીધો ફાયદો સામાન્ય લોકોથી લઈને ખેડૂતો, ગાડી ચલાવનારાઓને થશે. 

ઈન્ડિયન સ્પેસ પોલીસીને મળી મંજૂરી
આ સાથે જ કેન્દ્રીય કેબિનેટે ભારતીય અંતરિક્ષ નીતિ, 2023ને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પ્રેસ બ્રિફિંગ દરમિયાન આ વાત કરી. સિંહે જણાવ્યું કે આ નીતિ હેઠળ ઈસરો, ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ જેવા સંગઠનોની ભૂમિકાઓ અને જવાબદારીઓ નિર્ધારિત કરાઈ છે. સરકારે પહેલા સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખોલી નાખ્યું હતું જેથી કરીને આ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન આપી શકાય. સિંહે જણાવ્યું કે નીતિનો હેતુ અંતરિક્ષ વિભાગની ભૂમિકાને વધારવા, ઈસરો મિશનની ગતિવિધિઓને પ્રોત્સાહન આપવું અને અનુસંધાન, શિક્ષણ, સ્ટાર્ટઅપ સહિત ઉદ્યોગની  ભાગીદારીને વધારવાનું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે સંક્ષેપમાં આ નીતિ સ્થાપિત ઘટકોની ભૂમિકાને લઈને સ્પષ્ટતા પ્રદાન કરશે. 

OMG! ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતા યુવતી મોબાઈલ ગળી ગઈ, પછી જે થયું...

શું વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે, સરકારે આપી માહિતી

જ્યારે હનુમાનજીની મૂર્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા! દર્શન માટે ઉમટી ભીડ

અત્યાર સુધી આ રીતે નક્કી થતા હતા ભાવ
ઘરેલુ પ્રાકૃતિક ગેસને સીએનજીમાં પણ ફેરવવામાં આવે છે અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તે ખાતર  બનાવવાની સાથે વીજળી પેદા કરવા માટે પણ એક પ્રમુખ કાચો માલ છે. અત્યાર સુધી સરકાર દર છ મહિને એટલેકે એ એક એપ્રિલ અને એક ઓક્ટોબરના રોજ પ્રાકૃતિક ગેસના ભાવ નક્કી કરતી હતી. આ કિંમતો અમેરિકા, કેનેડા, અને રશિયા જેવા Gas Surplus Countries માં એક વર્ષમાં એક ચતુર્થાંશના ગાળા સાથે પ્રચલિત દરોના આધાર પર નક્કી કરવામાં આવતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે