Home> India
Advertisement
Prev
Next

CAA Protest: લખનઉમાં બબાલ, અનેક સ્થળોએ આગચંપી, પોલીસ પર પથ્થરમારો

નાગરિકતા સંશોધન એક્ટ (Citizenship Amendment Act- સીએએ)ના વિરોધમાં દેશના ઘણા સ્થળોએ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે યૂપીમાં ઘણી જગ્યાએ ઉપદ્વવીઓએ હિંસક પ્રદર્શન કર્યું છે. તો બીજી તરફ લખનઉમાં પ્રદર્શન દરમિયાન બબાલ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લખનઉના હજરતગંજ, ઠાકુરગંજ અને ઘણી જગ્યાએ ભીડે ઉગ્ર પ્રદર્શન કરતાં આગચંપી કરી છે.

CAA Protest: લખનઉમાં બબાલ, અનેક સ્થળોએ આગચંપી, પોલીસ પર પથ્થરમારો

લખનઉ: નાગરિકતા સંશોધન એક્ટ (Citizenship Amendment Act- સીએએ)ના વિરોધમાં દેશના ઘણા સ્થળોએ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે યૂપીમાં ઘણી જગ્યાએ ઉપદ્વવીઓએ હિંસક પ્રદર્શન કર્યું છે. તો બીજી તરફ લખનઉમાં પ્રદર્શન દરમિયાન બબાલ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે લખનઉના હજરતગંજ, ઠાકુરગંજ અને ઘણી જગ્યાએ ભીડે ઉગ્ર પ્રદર્શન કરતાં આગચંપી કરી છે. લખનઉના પરિવર્તન ચોક, ખદરા અને હજરતગંજમાં ઉપદ્વવીઓએ જોરદાર આગચંપી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડીઓ અને વાહનો સહિત ઘણી બસોમાં આગ લગાવી દેવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ઉપદ્વવીઓએ લખનઉની મઘેગંજ ચોકીમાં તોડફોડ કરી છે. સાથે જ પોલીસ ચોકીની અંદર રાખવામાં આવેલા સામાનને આગ લગાવી દેવામાં આવી છે. તો બીજી તરફ ઉપદ્વવીઓએ પોલીસ ચોકીની સામે ઉભેલા વાહનોને પણ આગના હવાલે કરી દીધા છે. 

ISI દેશમાં રમખાણો કરવાનું રચી રહ્યું છે કાવતરું, ઘૂસણખોરીઓ દ્વારા થઇ રહ્યું છે ફન્ડીંગ

કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે હોબાળો કરી રહેલા લોકોને કાબૂ કરવા માટે ફાયરિંગ પણ કર્યું છે. પોલીસે ઉપદ્વીઓ પર ટિયર ગેસના ગોળા છોડવામાં આવ્યા છે. લખનઉના ખદરા વિસ્તારમાં ઉપદ્વવીઓએ બબાલ કરી છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકો પર ટિયર ગેરના ગોળા છોડ્યા. કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ પોલીઅસ ફોર્સ પર પથ્થરમારો કરી દીધો હતો. ખદરા વિસ્તારમાં સ્થિતિ બેકાબૂ થયા બાદ તોફાન નિયંત્રણ વાહન ઘટના સ્થળે પહોંચ્યું. 

નાગરિકતા કાયદો: કોંગ્રેસના વિરોધ સામે BJPએ મનમોહન સિંહનો જૂનો VIDEO શેર કરી આપ્યો જવાબ

આ પહેલાં યૂપીના સંભલમાં પણ ભીડે હિંસક પ્રદર્શન કર્યું છે. ભીડે પ્રદર્શન દરમિયાન બે બસોને આગ લગાવી દીધી છે. આ સાથે અન્ય ગાડીઓમાં પણ તોડફોડના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉપદ્વવી તત્વોએ પ્રદર્શન દરમિયાન યૂપી પરિવહનની બે બસોને આગ ચાંપી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ હિંસક રૂપ અપનાવતાં પોલીસ પર પથ્થરબાજી કરી છે. 

CAA Protest: દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ નેટ બંધ, અનેક નેતાઓની અટકાયત

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં હિંસક પ્રદર્શન થતાં વહિવટીતંત્રએ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. આ દરમિયાન પ્રદેશમાં ગમે ત્યાં પ્રદર્શન, સરઘસની પરવાનગી નથી. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે નાગરિકતા સંશોધન એક્ટને લઇને કોઇપણ અફવા ફેલાવવનો પ્રયત્ન ન કરે. જો આમ કરશે તો કાર્યવાહી થશે. ડીજીપીને અપીલ કરતાં કહ્યું કે માતા-પિતા પોતાના બાળકોને સમજાવે કે પ્રદર્શન ભાગ ન લે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More