Home> India
Advertisement
Prev
Next

PICS: હિમાચલમાં ડ્રાઈવરની એક ભૂલને લીધે બસ ખાઈમાં ખાબકી અને 44 લોકોએ જીવ ગુમાવ્યાં 

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક બસ ગુરુવારે ઊંડી ખાઈમાં પડી ગઈ જેમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા. જ્યારે અન્ય 34 લોકો ઘાયલ થયા હતાં. કુલ્લાના પોલીસ અધિકારી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે ખાનગી બસ (HP66-7065) જિલ્લાના બંજાર તહસીલમાં ધોથ વળાંક પાસે 300 મીટરથી વધુ ઊંડી ખાઈમાં ખાબકી, બસ કુલ્લુથી ગડ ગુશાની જઈ રહી હતી. 

PICS: હિમાચલમાં ડ્રાઈવરની એક ભૂલને લીધે બસ ખાઈમાં ખાબકી અને 44 લોકોએ જીવ ગુમાવ્યાં 

શિમલા: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક બસ ગુરુવારે ઊંડી ખાઈમાં પડી ગઈ જેમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા. જ્યારે અન્ય 34 લોકો ઘાયલ થયા હતાં. કુલ્લાના પોલીસ અધિકારી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે ખાનગી બસ (HP66-7065) જિલ્લાના બંજાર તહસીલમાં ધોથ વળાંક પાસે 300 મીટરથી વધુ ઊંડી ખાઈમાં ખાબકી, બસ કુલ્લુથી ગડ ગુશાની જઈ રહી હતી. 

fallbacks

બસમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી
બંજાર પટવારી શીતલકુમારે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આ બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલા હતાં. તેના ડ્રાઈવરે બેદરકારીથી ગાડી ચલાવી, કુલ્લાના એએસપી રાજકુરમાર ચંદેલે જણાવ્યું કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 44 થઈ ગઈ છે. (તસવીર-એએનઆઈ)

fallbacks

અનેક હોસ્પિટલોમાં ચાલી રહી છે સારવાર
તેમણે કહ્યું કે ઘાયલોની બંજાર સિવિલ હોસ્પિટલ અને કુલ્લુ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મોટાભાગના ભોગ બનેલા લોકો કુલ્લુ જિલ્લાના અલગ અલગ વિસ્તારોના છે. (તસવીર-પીટીઆઈ)

fallbacks

ગંભીર રીતે ઘાયલ થયેલાને ચંડીગઢ ખસેડાયા
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ કેટલાક મુસાફરોને પીજીઆઈ ચંડીગઢમાં ખસેડાયા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ દુર્ઘટના પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. (તસવીર-પીટીઆઈ)

જુઓ LIVE TV

સહાયની જાહેરાત
અધિકારીઓએ જણાવ્યું કે ઠાકુરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ઘાયલોને સર્વશ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. કુલ્લુ જિલ્લા પ્રશાસને પ્રત્યેક મૃતક અને ઘાયલના પરિજનોને 50,000 રૂપિયાની સહય જાહેર કરી છે. (તસવીર-પીટીઆઈ)

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More