Home> India
Advertisement
Prev
Next

Budget 2020: શેરબજાર પર સકારાત્મક અસર પડશેઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમન

બજેટ ભાષણ લાંબુ હોવા પર તેમણે કહ્યું કે, હું સહમત છું કે મારો બજેટ ભાષણ લાંબુ હતું, પરંતુ ભાષણમાં મેં યુવાઓ માટે રોજગારની યોજનાઓ વિશે વાત કરી હતી. સાથે તેમને લાભ પણ આપ્યો છે. 
 

Budget 2020: શેરબજાર પર સકારાત્મક અસર પડશેઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમન

નવી દિલ્હીઃ મોદી સરકાર 2.0ના બજેટ 2020 (Budget 2020) રજૂ કર્યાં બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમને પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે બજેટના મુખ્ય પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઓછા કરવેરા દરોના વિકલ્પ પર કર્યું કે, અમે લોકોના હાથમાં પૈસા રાખવા ઈચ્છીએ છીએ. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નિચલા મધ્યમ વર્ગ. અમે આવકવેરા પ્રક્રિયાને સરળ બનાવવા ઈચ્છીએ છીએ અને અનુપાલન વધારવા ઈચ્છીએ છીએ. 

બજેટ ભાષણ લાંબુ હોવા પર તેમણે કહ્યું કે, હું સહમત છું કે મારો બજેટ ભાષણ લાંબુ હતું, પરંતુ ભાષણમાં મેં યુવાઓ માટે રોજગારની યોજનાઓ વિશે વાત કરી હતી. સાથે તેમને લાભ પણ આપ્યો છે. 

તેમણે કહ્યું કે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને નવી કંપનીઓ દ્વારા પ્રાપ્ત લાભ, સાથે જીએસટી સંગ્રહમાં સુધારથી આવક ઉત્પાદનમાં સુધાર થશે અને વિનિવેશમાં સુધારની સાથએ આગામી વર્ષે રાજકોષીય ખાધને ઓછી કરી શકાશે. 

Budget 2020 Reactions: રાહુલ ગાંધીએ કહ્યું- બજેટના નામ પર માત્ર ભાષણ અને આંકડાની માયાજાળ

Budget2020નો શેર બજાર પર સકારાત્મક પ્રભાવ પડશે. આ દેશમાં પ્રથમ વખત છે કે બ્રાન્ડ બજારને મજબૂત કરવા માટે આ પ્રકારના મહત્વપૂર્ણ અને સાહસિક સુધારા રજૂ કરવામાં આવ્યા છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More