Home> India
Advertisement
Prev
Next

બસપા સુપ્રીમો માયાવતીએ પ્રથમ વખત સપા માટે આપ્યો મત!

બસપા સુપ્રીમો માયાવતીએ લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં સોમવાર સવારે અહીં તેમના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે. લખનઉ સીટથી આ વખતે બસપાના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી કેમ કે, સપા-બસપા-આરએલડી મહાગઠબંધન અંતર્ગત લખનઉ સીટ સપાના ખાતે ગઇ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ પ્રથમ વખત સપા માટે આપ્યો મત!

લખનઉ: બસપા સુપ્રીમો માયાવતીએ લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં સોમવાર સવારે અહીં તેમના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે. લખનઉ સીટથી આ વખતે બસપાના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી કેમ કે, સપા-બસપા-આરએલડી મહાગઠબંધન અંતર્ગત લખનઉ સીટ સપાના ખાતે ગઇ છે. સપાએ અહીંથી શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. એટલા માટે માયાવતીએ મત આપ્યા બાદ સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચાઓ ચાલી રહી છે કે, ગઠબંધનના કારણે સપા ઉમેદવારના પક્ષમાં તેમણે મતાધિકારીનો ઉપયોગ કર્યો હશે. આ મુદ્દે જ્યારે સપા ઉમેદવાર પૂનમ સિન્હાથી પુછવામાં આવ્યું તો તેમણે બસપા સુપ્રીમોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, મને ઘણો આંનદ છે કે તેમણે તેમના આશીર્વાદ મને આપ્યા.

વધુમાં વાંચો: "મમતા દીદીએ ફની તોફાન મુદ્દે કરી રાજનીતિ, મારી સાથે ચર્ચા કરી નહીં": PM મોદી

રાજનાથ સિંહે પણ કર્યું મતદાન
લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કામાં મતદાન (Lok Sabha Election 2019) અંતર્ગત લખનઉમાં પણ મતદાન થઇ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે પણ સવારે મતદાન કર્યું હતં. ભાજપ નેતા સતત બીજીવખત આ બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે સપા-બસપા-આરએલડી ગઠબંધન ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા મેદાનમાં ઉતર્યા છે. રાજનાથ સિંહથી જ્યારે મહાગઠબંધન અને પૂનમ સિન્હા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અહીં ભાજપ સમક્ષ મહાગઢબંધનનો કોઇ પડકાર નથી. હું વિપક્ષી ઉમેદવાર પર કોઇ પણ કોમેન્ટ કરવા ઇચ્છતો નથી. કેમ કે, મારૂ માનવું છે કે, ચૂંટણી મુદ્દા પર હોવી જોઇએ ના કે, વ્યક્તિઓના આધાર પર હોવી જોઇએ.

વધુમાં વાંચો: PM મોદીએ ફાની અસરગ્રસ્ત ઓડિશાની લીધી મુલાકાત, 1000 કરોડ સહાયની કરી જાહેરાત

યૂપીમાં 14 બેઠક પર થઇ રહ્યું છે મતદાન
આજ સવારે રાજધાની લખનઉમાં પહેલા મતદાન કરનાર ગૃહ મંત્રી રાજનાથ સિંહ, બસપા પ્રમુખ માયાવતી, ડેપ્યૂટી સીએમ દિનેશ શર્મા, પોલીસ મહાનિર્દેશક ઓ પી સિંહ, પ્રમુખ સચિવ અવનીશ અવસ્થી સામેલ છે. વર્ષ 2014ની ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 14માંથી 12 બેઠક પર જીત હાંસલ કરી હતી. જ્યારે અમેઠી અને રાયબરેલી બેઠક કોંગ્રેસના ખાતે ગઇ હતી. પાંચમાં તબક્કામાં ધૌરહરા, સીતાપુર, મોહનલાલગંજ (સુરક્ષિત), લખનઉ, બાંદા, ફતેહપુર, કૌશામ્બી (સુરક્ષિત), બારાબંકી (સુરક્ષિત), ફૈઝાબાદ, બહરાઇચ (સુરક્ષિત), કેસરગંજ અને ગૌણ્ડા સીટો પર મતદાન થઇ રહ્યું છે.

વધુમાં વાંચો: વારાણસીમાં ઉમેદવારી પત્ર રદ્દ થતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તેજ બહાદ્દુર

પાંચમા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ (લખનઉ), કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (અમેઠી), સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધી (રાયબરેલી), કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (અમેઠી), પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ (ધૌરહરા) અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિર્મલ ખત્રી (ફૈઝાબાદ)ની પ્રતિષ્ટા દાવ પર છે.

વધુમાં વાંચો: જો સેનાની બહાદુરીની જનતા પ્રશંસા કરે છે તો તેમા કોઇને શું વાંધો છે?: રાજનાથ સિંહ

રાજનાથ લખનઉ સીટ પર ફરી એકવાર સંસદ પહોંચવાના પ્રયત્નમાં છે. ત્યારે તેમના મંત્રીમડળ સહયોગી સ્મૃત ઇરાની નરેહુ-ગાંધી પરીવારના દુર્ગ એટલે કે અમેઠીને ભેદવા માટે સંપૂર્ણ જોર લગાવી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ એકવાર ફરી ધૌરહરા સીટથી મેદાનમાં છે. આ સીટથી ક્યારે ચંબલના કુખ્યાત ડાકુ રહેલા મલખાન સિંહને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીએ તેમના ઉમેદવાર બનાવ્યા છે.
(ઇનપુટ: એજન્સી ભાષા)

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More