Home> India
Advertisement
Prev
Next

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ! બસપા MLAએ કરી મોટી માગણી

કમલનાથના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ બળવાના સૂર જોવા મળી રહ્યાં છે. બહુમતતી બે ડગલા દૂર રહેતા કોંગ્રેસને સમર્થન આપનાર બસપાએ કમલનાથ સરકારને કહ્યું છે કે જો તેમની માગણી પર ધ્યાન ન અપાયુ તો કર્ણાટક જેવી સ્થિતિ ઊભી થશે. આ કડીમાં બસપા ધારાસભ્ય રમાબાઈ અહિરવારે કહ્યું કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બહેનજી(માયાવતી)ના સહયોગના દમ પર સરકાર બનાવવામાં સફળ થઈ. આ કારણે અમે બસપાના બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની માગણી કરી રહ્યાં છે. આવું એટલા માટે કારણ કે અમે કર્ણાટકમાં જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યાં છીએ તેવી અહીં ઈચ્છતા નથી. 

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ! બસપા MLAએ કરી મોટી માગણી

દમોહ: કમલનાથના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ બળવાના સૂર જોવા મળી રહ્યાં છે. બહુમતતી બે ડગલા દૂર રહેતા કોંગ્રેસને સમર્થન આપનાર બસપાએ કમલનાથ સરકારને કહ્યું છે કે જો તેમની માગણી પર ધ્યાન ન અપાયુ તો કર્ણાટક જેવી સ્થિતિ ઊભી થશે. આ કડીમાં બસપા ધારાસભ્ય રમાબાઈ અહિરવારે કહ્યું કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બહેનજી(માયાવતી)ના સહયોગના દમ પર સરકાર બનાવવામાં સફળ થઈ. આ કારણે અમે બસપાના બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની માગણી કરી રહ્યાં છે. આવું એટલા માટે કારણ કે અમે કર્ણાટકમાં જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યાં છીએ તેવી અહીં ઈચ્છતા નથી. 

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે જો તેઓ અમને મંત્રીપદ નહીં આપે તો માત્ર હું જ નહીં પરંતુ અન્ય પણ વિરોધ  કરશે. તેમણે દરેકને ખુશ રાખવાની જરૂર છે. જો કમલનાથ પોતાની પાર્ટીને મજબુત કરવા માંગતા હોય તો સૌથી પહેલા તેમણે અમને મજબુત કરવા જોઈએ. તેમણે અમને મંત્રીપદ આપવું જોઈએ. 

બાળ ઠાકરેના જન્મદિવસ પર શિવસેના સમર્થકોએ આપી શ્રદ્ધાંજલિ, 33 હજાર રુદ્રાક્ષથી બનાવ્યું પોર્ટ્રેટ

ઉલ્લેખનીય છે કે 230 સભ્યોવાળી હાલની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી હતી પરંતુ 114 બેઠકો મળ્યા બાદ બહુમત 116થી તે દૂર રહી હતી. ત્યારે બસપાએ બે સીટો જીતી હતી. માયાવતીએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી॥ આ સાથે જ સપાના એક ધારાસભ્યે પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. પરિણામે કોંગ્રેસ બહુમત મેળવવામાં સફળ રહી. 230 સભ્યોમાં આ ઉપરાંત ભાજપના 109 અને 4 અપક્ષ છે. આ બાજુ કોંગ્રેસનો દાવો છે કે પ્રદેશમાં ભાજપ પોતાની સરકાર બનાવવા માટે અહીં પણ ઓપરેશન લોટસ જેવું કઈંક કરવાના પ્રયત્નમાં છે. 

કમલનાથે લગાવ્યાં આરોપ
કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ મધ્ય પ્રદેશમાં ઓપરેશન લોટસ ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને જણાવ્યું કે ભાજપે તેમનો સંપર્ક સાધ્યો છે અને તેમને તોડવા માટે લાલચ આપવામાં આવી રહી છે. જેથી કરીને કોંગ્રેસની સરકારને સંકટમાં નાખી શકાય. મુખ્યમંત્રી કમલનાથે આરોપ લગાવ્યો કે ભાજપ તેમની સરકારને પાડવાની કોશિશ કરી રહ્યો છે. 

2019ની ચૂંટણી ભાજપ માટે કપરો સંઘર્ષ, સપા-બસપા ગઠબંધનથી ભાજપને મુશ્કેલી'

કર્ણાટકનો ઉલ્લેખ
કર્ણાટકમાં ગત વર્ષ મે મહિનામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો પરંતુ જરૂરી બહુમતથી દૂર હતો. આ જ કારણે કોંગ્રેસ અને જેડીએસએ ચૂંટણી બાદ ગઠબંધન કરીને સરકાર બનાવી લીધી. સરકારના ગઠન બાદથી બંને પક્ષોમાં તૂતૂ મેમે જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા જ કેટલાક કોંગ્રેસી અને અપક્ષ ધારાસભ્યોએ બળવાખોર તેવર અપનાવતા ત્યાં રાજકીય સંકટ ઊભું થયું હતું. જેના પર ગઠબંધન સરકારે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે જોડ તોડ કરીને સરકાર બનાવવા માંગે છે. આ કડીમાં ભાજપના તમામ 104 ધારાસભ્યોએ ગુરુગ્રામના એક રિસોર્ટમાં અડ્ડો જમાવ્યો હતો. જો કે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમના તમામ ધારાસભ્યો એકજૂથ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More