Home> India
Advertisement
Prev
Next

AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના પ્રમુખ

વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ શનિવારે કહ્યું કે, ભારતીય વાયુસેના અરૂણાચલ પ્રદેશમાં હાલમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એએન-322 વિમાન દુર્ઘટના કારણ માહિતી મેળવીને તે સુનિશ્ચિત કરશે કે આવી દુર્ઘટના ફરી ન થાય. તેમની આ ટીપ્પણી અરૂણાચલ પ્રદેશનાં દૂરના વિસ્તારમાં વાયુસેનાનાં વિમાનનો કાટમાળ મળ્યાનાં થોડા દિવસો બાદ આવ્યા છે. દુર્ઘટના સમયે વિમાનમાં 13 લોકો બેઠેલા હતા અને તમામનાં મોત થઇ ગયા. 

AN-32 દુર્ઘટનાની તપાસ કરી સુનિશ્ચિત કરીશું કે ફરી આવું ન થાય: વાયુસેના પ્રમુખ

હૈદરાબાદ : વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ શનિવારે કહ્યું કે, ભારતીય વાયુસેના અરૂણાચલ પ્રદેશમાં હાલમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એએન-322 વિમાન દુર્ઘટના કારણ માહિતી મેળવીને તે સુનિશ્ચિત કરશે કે આવી દુર્ઘટના ફરી ન થાય. તેમની આ ટીપ્પણી અરૂણાચલ પ્રદેશનાં દૂરના વિસ્તારમાં વાયુસેનાનાં વિમાનનો કાટમાળ મળ્યાનાં થોડા દિવસો બાદ આવ્યા છે. દુર્ઘટના સમયે વિમાનમાં 13 લોકો બેઠેલા હતા અને તમામનાં મોત થઇ ગયા. 

નીતિ પંચની બેઠકમાં ન્યુ ઇન્ડિયાનો રોડમેપ તૈયાર, 5 ટ્રિલયન ડોલરની ઇકોનોમિનું લક્ષ્ય
વાયુસેના પ્રમુખ ઘનોવાએ હૈદરાબાદ પાસે ડૂંડીગલમાં વાયુસેના એકેડેમીમાં સંયુક્તન સ્નાતક પરેડ ઉપરાંત પત્રકારોને કહ્યું કે, અમે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર મળી ચુક્યા છે. અમે આ વાતની વિસ્તૃત તપાસ કરીશું કે શું થયું અને તે સુનિશ્ચિત કરીશું કે એવું ફરીવાર ન થાય. 

જો આમ જ ચાલશે તો 2050 સુધીમાં પૃથ્વી પરથી માનવ થઇ જશે લુપ્ત !

આતંકવાદીઓના ટાર્ગેટ પર છે દિલ્હીમાં વસેલા યહુદીઓ, ઇઝરાયેલ પર ભડાશ કાઢવાનો ઇરાદો
તેઓ અરૂણાચલ પ્રદેશમાં એનએ 32 પરિવહન વિમાન દુર્ઘટના સંબંધિત એક સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે દાવો કર્યો કે, અરૂણાચલ પ્રદેશમાં આ વિસ્તાર ખુબ જ દુર્ગમ છે અને ત્યાં મોટે ભાગે વાદળો છવાયેલા રહે છે. હવે તમે તે ક્ષેત્રમાં વાદળો ઉડ્યન કરવા, તો ત્યાં દુર્ઘટનાની આશંકા બની રહી છે. રશિયન મુળનું આ વિમાન ત્રણ જુને બપોરે અસમ જોરહાટથી અરૂણાચલ પ્રદેશનાં મેચુકા માટે ઉડ્યન કરવાનાં આશરે 33 મિનિટ બાદ ગુમ થઇ ગયા હતા. 

ડોક્ટર્સની હડતાળ મુદ્દે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે માંગ્યો અહેવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાનું એન્ટોનોવ એએન-32  વિમાન અસમનાં જોરહાટથી 3 જુને ઉડ્યન બાદ ગુમ થઇ ગયું હતું. આ વિમાનમાં 13 ક્રુ મેંબર બેઠેલા હતા. આ વિમાનથી અંતિમ વખત બપોરે 1 વાગ્યે સંપર્ક થયો હતો. ત્યાર બાદ તેઓ ગુમ થઇ ગયા હતા. વાયુસેનાનાં આ વિમાને અસમનાં જોરહાટમાં અરૂણાચલ પ્રદેશમાં મેચુકા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે બપોરે 12.25 વાગ્યે ઉડ્યન કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More