Home> India
Advertisement
Prev
Next

વેસ્ટ ઈન્ડીઝના મહાન ખેલાડી બ્રાયન લારાની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

હોસ્પિટલ ટૂંક સમયમાં જ તેની તબિયત સંબંધિત બુલેટીન બહાર પાડશે 

વેસ્ટ ઈન્ડીઝના મહાન ખેલાડી બ્રાયન લારાની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ વેસ્ટ ઈન્ડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને છાતીમાં દુખાવાની ફરિયાદના પગલે અહીં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રાયન લારાને મુંબઈમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલ ડોક્ટરો તેમની તપાસ કરી રહ્યા છે. થોડા સમયમાં જ હોસ્પિટલ દ્વારા તેની તબિયત અંગેનું બુલિટીન બહાર પાડવામાં આવશે. 

થોડા સમયમાં જ હોસ્પિટલ દ્વારા તેની તબિયત અંગેનું બુલિટીન બહાર પાડવામાં આવશે. લારાને બપોરે લગભગ 12.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લારા હોસ્પિટલની નજીકમાં જ આવેલી હોટલમાં આઈસીસી વર્લ્ડ કપના આધિકારીક બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. અહીં તેને તબિયત સારી ન હોવાની ફરિયાદ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, બ્રાયન લારા વેસ્ટ ઈન્ડીઝનો મહાન ખેલાડી છે. તેણે દેશ તરફથી 131 ટેસ્ટ રમી છે અને 52.39ની સરેરાશ સાથે 11,953 રન બનાવ્યા છે. લારાએ વેસ્ટ ઈન્ડીઝ તરપથી 299 આંતરરાષ્ટ્રીય વન ડે મેચમાં ભાગ લીધો છે, જેમાં 40.17ની સરેરાશ સાથે 10,405 રન બનાવ્યા છે. 

લારા વિશ્વનો પ્રથમ અને એક માત્ર ખેલાડી છે જેણે ટેસ્ટની એક ઈનિંગ્સમાં 400 રન બનાવ્યા છે. લારા તેના દાયકાનો સૌથી વધુ પ્રેરણાસ્પદ ક્રિકેટર હતો અને સચિન તેંડુલકરનો સમકાલીન ખેલાડી હતી. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More