Home> India
Advertisement
Prev
Next

1 જાન્યુઆરીથી બાળકોની વેક્સીનેશનનું રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો સમગ્ર પ્રક્રિયા

Corona Vaccination Process for Childrens: કેન્દ્ર સરકારે આ નિર્ણય તે સમયે લીધો છે, જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તમામ નિષ્ણાંતોએ પણ બાળકોનું રસીકરણ કરવાની સલાહ આપી છે. હવે ભારતમાં 3 જાન્યુઆરીથી 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોનાની રસી મળશે. 
 

1 જાન્યુઆરીથી બાળકોની વેક્સીનેશનનું રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો સમગ્ર પ્રક્રિયા

નવી દિલ્હીઃ કોરોના વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron) વધતા ડર વચ્ચે હાલમાં DCGI એ Covaxin ની બાળકોને અપાતી વેક્સીનને મંજૂરી આપી દીધી છે. 12થી 18 વર્ષના બાળકોને આ વેક્સીન ઇમરજન્સી સ્થિતિમાં આપી શકાશે. DGCI એ ભલે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને વેક્સીનને મંજૂરી આપી છે, પરંતુ કેન્દ્ર સરકારે હાલ 15 વર્ષથી મોટી ઉંમરના બાળકોને વેક્સીનની મંજૂરી આપી છે. આ લોકો 1 જાન્યુઆરીથી  CoWin પોર્ટલ પર બાળકોની રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. બાળકોની રસી માટે રજીસ્ટ્રેશન કરાવવા તમારે આ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. 

બાળકોની વેક્સીનને મંજૂરી
આ નિર્ણય તેવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે દેશમાં ઓમિક્રોન કેસ ઝડપથી વધી રહ્યાં છે, જ્યારે તમામ નિષ્ણાંતો બાળકોના રસીકરણ પર ભાર આપી રહ્યાં છે. દુનિયાના બાકી દેશોમાં બાળકોનું રસીકરણ ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા, બ્રિટન સહીત અન્ય દેશોએ પહેલાથી જ આ એજ ગ્રુપના લોકોને વેક્સીન આપવાનું શરૂ કરી દીધું છે. 

ભારત સરકારની તૈયારી
- 1 જાન્યુઆરીથી CoWin પોર્ટલમાં બાળકોનું વેક્સીનેશન રજીસ્ટ્રેશન શરૂ થશે.
- આ દરમિયાન ધોરણ 10ના ID તરીકે વિદ્યાર્થીનું આઈ કાર્ડ જોડવામાં આવશે.
- 3 જાન્યુઆરીથી બાળકોને રસી આપવાની થશે શરૂઆત.
- હાલમાં ભારતીય બાળકોને Covaxin લગાવવામાં આવશે.
- તેના બે ડોઝ માટે 28 દિવસનું અંતર નક્કી કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ આસ્થાની આડમાં આચરતા હતા લંપટ-લીલાઓ! છેતરપિંડી કરી આ ઢોંગીઓએ ફેરવી છે લાખો લોકોની પથારી!

Precautionary Dose આ લોકોને મળશે
- તમામ ફ્રંટલાઇન વર્કર્સ અને Covid વોરિયર્સને CoWin પર રજીસ્ટ્રેશન કરવું પડશે.
- Precautionary Dose લેનારને જૂની વેક્સીન જ લાગશે.
- આ ડોઝ પણ ફ્રી આપવામાં આવશે. 

વૃદ્ધો માટે બૂસ્ટર ડોઝની વ્યવસ્થા
- નવા વર્ષથી શરૂ થશે રજીસ્ટ્રેશન
- પહેલાની પ્રક્રિયા યથાવત રહેશે
- ત્રીડા ડોઝ માટે 9 મહિનાનું અંતર જરૂરી.

જો તમે 60 વર્ષના છો અને તમે બંને ડોઝ લઈ લીધા છે તો બીજો ડોઝ અને ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ માટે તમે જ્યારે રજીસ્ટર કરાવી રહ્યાં છે તેની વચ્ચેનું અંતર 9 મહિના (39 સપ્તાહ) થી વધારે છે તો તમે યોગ્ય છો. 
- રજીસ્ટ્રેશન સાથે Comordibities સર્ટિફિકેટ આપવું પડશે. જેની સાથે જોડાયેલા ઓપ્શન પણ CoWin પોર્ટલ પર હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More