Home> India
Advertisement
Prev
Next

Success Story: બેન્કની નોકરી છોડી શરૂ કરી ખેતી, હવે આ ખેડૂત ખરીદશે 7 કરોડનું હેલીકોપ્ટર

Rajaram Tripathi Success Story: પોતાની મહેનતને કારણે 25 કરોડનું ટર્ન ઓવર કરનાર ખેડૂત ડો. રાજારામ ત્રિપાઠીની કહાની અનેક લોકોને પ્રેરણા આપે છે. તમે જાણીને ચોકી જશો કે પહેલા રાજારામ એક સાધારણ નોકરી કરતા હતા પરંતુ હવે ખેતી કરીને સાત કરોડનું હેલીકોપ્ટર ખરીદવાના છે. 
 

Success Story: બેન્કની નોકરી છોડી શરૂ કરી ખેતી, હવે આ ખેડૂત ખરીદશે 7 કરોડનું હેલીકોપ્ટર

બસ્તરઃ Bastar Area Farmer Rajaram Tripathi: જ્યારે પણ કોઈ બસ્તરનું નામ સાંભળે છે, ત્યારે તેની ઓળખ સૌથી પહેલા નક્સલવાદી વિસ્તાર તરીકે થાય છે, પરંતુ આ દિવસોમાં બસ્તરની ધરતીમાંથી એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જે લાખો લોકોને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યો છે. પોતાની મહેનતના કારણે બસ્તરના ખેડૂતે દર વર્ષે 25 કરોડનું ટર્નઓવર ઊભું કર્યું. આ ખેડૂતનું નામ ડૉ.રાજારામ ત્રિપાઠી છે, જેઓ પહેલા બેંકમાં સાધારમ નોકરી કરતા હતા.

કાળા મરીની ખેતીએ કરોડપતિ બનાવી દીધા
રાજારામ ત્રિપાઠીનું નામ બસ્તરમાં કાળા મરી અને સફેદ મુસલીના સૌથી મોટા ઉત્પાદક તરીકે લેવામાં આવે છે. રાજારામ ત્રિપાઠી લગભગ 400 આદિવાસીઓ સાથે સફેદ મુસળી અને કાળા મરીનું ઉત્પાદન કરે છે અને તેમના દ્વારા ઉત્પાદિત માલ યુરોપીયન અને અમેરિકન દેશોમાં વેચવામાં આવે છે. કોંડાગાંવના રહેવાસી રાજારામ ઓર્ગેનિક ખેતી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાજારામને ભારત સરકાર તરફથી ત્રણ વખત શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ મળ્યો છે. રાજારામ જે હેલિકોપ્ટર ખરીદી રહ્યા છે. તેનો ઉપયોગ ખેતરમાં દવા છંટકાવ માટે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

પરિવાર ખેતી સાથે જોડાયો
રાજારામનો પરિવાર પણ ખેતી સાથે જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે હવે રાજારામ 7 કરોડનું હેલીકોપ્ટર લેવા જઈ રહ્યાં છે. હોલેન્ડની રોબિંસન કંપની સાથે રાજારામની વાત થઈ ચુકી છે. આ હેલીકોપ્ટરનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવશે. રાજારામ R-44 મોડલનું ચાર સીટર હેલીકોપ્ટર લેવાની તૈયારીમાં છે. મા દંતેશ્વરી હર્બલ સમૂહના સીઈઓ રાજારામનું વાર્ષિક ટર્ન ઓવર 25 કરોડ રૂપિયા છે. પહેલા તે બેન્ક ઓફ ઈન્ડિયામાં પ્રોબેશનર ઓફિસર (PO)તરીકે નોકરી કરતા હતા. પરંતુ ત્યારબાદ નોકરી છોડીને ખેતી શરૂ કરી. હવે મોટી કમાણી કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More