Home> India
Advertisement
Prev
Next

LG ની શક્તિઓ વધારનાર બિલ લોકસભામાં રજૂ, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો

દિલ્હીમા એલજીને વધુ અધિકાર આપવા સંબંધી બિધેયકને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. દિલ્હી સીએમ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ બિલને લઈને ભાજપ પર નિશાન સાધ્યુ છે. 
 

LG ની શક્તિઓ વધારનાર બિલ લોકસભામાં રજૂ, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કર્યો હુમલો

નવી દિલ્હીઃ દિલ્હીમાં ઉપરાજ્યપાલની શક્તિઓ વધારવા સંબંધિલ બિલને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) એ સોમવારે ભાજપ પર આરોપ લગાવ્યો કે, તે લોકસભામાં એક નવુ બિલ લાવી તેમની ચૂંટાયેલી સરકારની શક્તિઓ ઓછી કરવા ઈચ્છે છે. કેજરીવાલે કહ્યુ કે, આ બિલ સંવિધાનની પીઠના નિર્ણયથી વિપરીત છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ બિલને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. 

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી (સંશોધન) વિધેયક 2021ને સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બિલમાં દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કેજરીવાલનું ટ્વીટ, 'દિલ્હીના લોકો દ્વારા નકાર્યા (વિધાનસભામાં આઠ સીટો અને હાલમાં એમસીડી પેટાચૂંટણીમાં એક પણ સીટન મળ્યા) બાદ ભાજપ આજે લોકસભામાં એક બિલ દ્વારા ચૂંટાયેલી સરકારની શક્તિઓને ઓછી કરવા ઈચ્છે છે. આ બિલ સંવિધાનની પીઠના નિર્ણયથી વિપરિત છે. અમે ભાજપના બિનબંધારણીય અને લોકતંત્ર વિરોધી પગલાની નિંદા કરીએ છીએ.'

અન્ય એક ટ્વીટમાં મુખ્યમંત્રીએ કહ્યું, 'બિલ કહે છે- 1. દિલ્હી સરકારનો અર્થ એલજી હશે, તો પછી ચૂંટાયેલી સરકાર શું કરશે?.. 2. બધી ફાઇલો એલપીની પાસે જશે. આ સંવિધાન પીઠના 4.7.18 ના નિર્ણયની વિરુદ્ધ છે જે કહે છે કે ફાઇલો એલજીની પાસે મોકલવામાં આવશે નહીં, ચૂંટાયેલી સરકાર બધા નિર્ણયો કરશે અને નિર્ણયની કોપી એલજીને મોકલવામાં આવશે.'

તો નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બિલને લઈને ભાજપ પર હુમલો કરતા કહ્યુ, 'ભાજપ આજે સંસદમાં નવો કાયદો લઈને આવ્યું છે, તે અનુસાર દિલ્હીમાં ઉપરાજ્યપાલ સરકાર હશે અને મુખ્યમંત્રી, મંત્રીએ પોતાની દરેક ફાઇલ LG ની પાસે મોકલવી પડશે. ચૂંટણી પહેલા ભાજપનું ઘોષણાપત્ર કહે છે કે દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવશે અને ચૂંટણી જીતીને કહે છે કે દિલ્હીમાં એલજી સરકાર હશે.'

તો નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પણ આ બિલની વિરુદ્ધ આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવી ગયા છે. તેમણે કહ્યું, આપ દ્વારા જમ્મુ-કાશ્મીરનું વિભાજન અને તેનો દરજ્જો ઘટાડવાનું સમર્થન કરવા છતાં અમે દિલ્હીમાં ચૂંટાયેલી સરકારની શક્તિઓ ઓછી કરવાની નિંદા કરીએ છીએ. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ અને બધી શક્તિઓ ચૂંટાયેલી સરકાર પાસે હોવી જોઈએ, ન કે એલજી પાસે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More