Home> India
Advertisement
Prev
Next

ભાજપ પણ 25 નવેમ્બરે VHP માટે 25 નવેમ્બરે રામ ભક્તોને એકત્ર કરશે !

સંઘનુ માનવું છે કે જો રામભક્તો મોટા પ્રમાણમાં અયોધ્યા આવે છે તો ચૂંટણી પહેલા સરકાર અને વિપક્ષ બંન્ને પર રામ મંદિર નિર્માણ માટે દબાણ બનાવવું સરળ બનશે

ભાજપ પણ 25 નવેમ્બરે VHP માટે 25 નવેમ્બરે રામ ભક્તોને એકત્ર કરશે !

લખનઉ : મોદી સરકાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ રાખશે તે હજી સ્પષ્ટ નથી પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેના અનુસાંગીક સંગઠન વિશ્વ હિંદુ પરિષદ સતત રામ મંદિર નિર્માણ મુદ્દે દબાણ કરી રહ્યા છે. વિશ્વ હિંદૂ પરિષદ દ્વારા આયોજીત 25 નવેમ્બરની ધર્મસભા માટે સીધી રીતે આરએસએસએ જવાબદારી સ્વિકારી લીધી છે. ધર્મસભાના આયોજનને સફલ બનાવવા માટે સંઘ પોતાનાં તમામ આનુષાંગીક સંગઠનોને સંપુર્ણ રીતે જોડાઇ જવા માટેનું ફરમાન આપી ચુક્યું છે. 

25 નવેમ્બરથી આયોજીત થનારી ધર્મસભા સંઘ માટે કેટલી મહત્વપુર્ણ છે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે સહકાર્યવાહક ભૈયાજી જોશીનો 4 દિવસનો પ્રવાસ ઘટાડીને બે દિવસ કરી દેવામાં આવ્યો છે. જો કે અયોધ્યામાં યોજાનાર ધર્મ સભામાં ચાર પ્નાંતોમાંતી લગભગ 2 લાખ રામભક્તો એકત્ર થવાનાં છે. તેથી આરએસએસએ પોતાનાં તમામ સંગઠનોને રામભક્તોને અયોધ્યા લાવવાની જવાબદારી સોંપી છે. આ દ્રષ્ટીએ અયોધ્યાનાં વિસ્તારો અનેક જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષોને પણ રામ ભક્તોને અયોધ્યા લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

લખનઉ મહાનગર ભાજપનાં અધ્યક્ષ મુકેશ શર્મા જો કે ઇન્કાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, રામ મંદિર તો આસ્થા સાથે જોડાયલો મુદ્દો છે. તેના માટે રામભક્તો પોતે જ એકત્ર થશે. ભાજપ હાલ ખુલીને આ મુદ્દે સામે આવવા નથી માંગતું. કારણ કે એવું કરવાથી ભાજપની કેન્દ્ર અને પ્રદેશ સરકાર પર અયોગ્ય દબાણ આવી શકે છે. સુત્રો અનુસાર લખનઉમાં હજી ચાર દિવસ પહેલા સંઘના નિરાલા નગર ખાતે માધમ સભાગારમાં યોજાયેલી સમન્વય બેઠકમાં સુત્રો અનુસાર ભાજપના લખનઉ જિલ્લાનાં એકમે 5 હજાર રામ ભક્તોને અયોધ્યા મોકલવાની જાહેરાત માઇકથી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More