Home> India
Advertisement
Prev
Next

દિલ્હીથી જીતનારા સાંસદને પંજાબમાં ઉતાર્યા.. સની દેઓલની ટિકિટ કપાઈ, ભાજપની આઠમાં યાદી

BJP List: ભાજપે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં ઘણા ચોંકાવનારા નામો જોવા મળ્યા છે. ગુરૂદાસપુરથી સની દેઓલની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે હંસ રાજ હંસને પંજાબથી ટિકિટ આપવામાં આવી છે.

દિલ્હીથી જીતનારા સાંસદને પંજાબમાં ઉતાર્યા.. સની દેઓલની ટિકિટ કપાઈ, ભાજપની આઠમાં યાદી

નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં ભાજપે ઓડિશા, પંજાબ તથા પશ્ચિમ બંગાળની બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યાં છે. પાર્ટીએ દિનેશ શિંબ બબ્બૂને ગુરદાસપુરથી, તરનજીત સિંહ સંધૂ અમૃતસરથી, સુશીલ કુમાર રિંકૂ જાલંધરથી, હંસરાજ હંસને ફરીદકોટથી, પરનીત કૌરને પટિયાલાથી ટિકિટ આપવામાં આવી છે. ગુરદાસપુરથી વર્તમાનમાં સનિ દેઓલ સાંસદ હતા. આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી. 

ભાજપે પોતાની આઠમી યાદીમાં 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં પાર્ટીએ ઓડિશાની 3 સીટો પર અને પંજાબની છ સીટો પર ઉમેદવાર જાહેર કર્યાં છે. આ લિસ્ટમાં પશ્ચિમ બંગાળની બે સીટો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો દિલ્હીથી હંસ રાજ હંસની ટિકિટ કાપવામાં આવી હતી. હવે હંસરાજ હંસ પંજાબના ફરીદકોટથી ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ બારામતીમાં નણંદ-ભોજાઈ વચ્ચે ચૂંટણી જંગ, સુપ્રિયા સુલે સામે લડશે સુનેત્રા પવાર

ઓડિશા
જાજપુર (SC): ડૉ.રબીન્દ્ર નારાયણ બહેરા
કંધમાલ:  સુકાંત કુમાર પાણિગ્રહી
કટક: ભર્તૃહરિ મહાતાબ

પંજાબ
ગુરદાસપુર: દિનેશ સિંહ "બબ્બુ"
અમૃતસર:  તરનજીત સિંહ સંધુ
જલંધર (SC):  સુશીલ કુમાર રિંકુ
લુધિયાણાઃ રવનીત સિંહ બિટ્ટુ
ફરીદકોટ (SC):  હંસ રાજ હંસ
પટિયાલા: પ્રનીત કૌર

પશ્ચિમ બંગાળ
ઝારગ્રામ (SC) ડૉ. પ્રણત ટુડુ
બીરભુમઃ દેવાશીષ ધર, આઈ.પી.એસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More