Home> India
Advertisement
Prev
Next

BJP અધ્યક્ષ અમિત શાહ AIIMSમાંથી થયા ડિસ્ચાર્જ, સ્વાઇન ફ્લુના કારણે થયા હતા દાખલ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અમિત શાહને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયા બાદ દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપ અધ્યક્ષે પોતે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હોવાની માહિતી આપી હતી. અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઇશ્વરની કૃપાથી હવે હું સંપુર્ણ સ્વસ્થ છું અને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇને મારા નિવાસ સ્થાન પર આવી ગયો છું. મારા સ્વાસ્થય લાભ માટે તમામ શુભચિંતકો દ્વારા અપાયેલી શુભકામનાઓ માટે આભારી છું. 

BJP અધ્યક્ષ અમિત શાહ AIIMSમાંથી થયા ડિસ્ચાર્જ, સ્વાઇન ફ્લુના કારણે થયા હતા દાખલ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અમિત શાહને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયા બાદ દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપ અધ્યક્ષે પોતે જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હોવાની માહિતી આપી હતી. અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઇશ્વરની કૃપાથી હવે હું સંપુર્ણ સ્વસ્થ છું અને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇને મારા નિવાસ સ્થાન પર આવી ગયો છું. મારા સ્વાસ્થય લાભ માટે તમામ શુભચિંતકો દ્વારા અપાયેલી શુભકામનાઓ માટે આભારી છું. 

અગાઉ ભાજપ નેતા અનિલ બલુનીએ પણ ટ્વીટ કરીને અમિત શાહને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આપણા બધા માટે હર્ષની વાત છે કે અમારા યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહજી સંપુર્ણ સ્વસ્થ AIIMSથી ડિસ્ચાર્જ થઇને પોતાનાં નિવાસ સ્થાન પર આવી ગયા છે. તમામ શુબચિંતકો તથા કાર્યકર્તા બંધુઓ માટે હદયથી આભાર વ્યક્ત કરૂ છું. 

સ્વાઇન ફ્લુ બાદ થયા હતા દાખલ
અગાઉ અમિત શાહે ટ્વીટ દ્વારા તબીયત ખરાબ હોવાની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે મને સ્વાઇન ફ્લું થયો છે. જેની સારવાર ચાલી રહી છે. ઇશ્વરની કૃપા, તમામ લોકોનાં પ્રેમ અને શુભકામનાઓથી શીઘ્ર સ્વસ્થ થઇ જઇશ.

તબિયત ખરાબ થવાનાં કારણે અમિત શાહ આજે બંગાળમાં યોજાનારી રેલીને પણ ટાળી દીધી હતી. માલ્દામાં આજે યોજાનારી રેલી હવે મંગળવારે યોજાશે. તેના આગલા દિવસે બીરભુમના સુરી અને પાડોસી જિલ્લા ઝારગ્રામમાં રેલી યોજાશે. બીજી તરફ 24 જાન્યુઆરીએ ભાજપ અધ્યક્ષ દક્ષિમ 24 પરગણા જિલ્લાના જોયનગરમાં જનસભા યોજશે. આ ઉપરાંત તેઓ પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More