Home> India
Advertisement
Prev
Next

ભાજપે સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની કરી જાહેરાત, શિવરાજસિંહ બહાર, જાણો કોને મળી તક

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સંસદીય બોર્ડમાં તો જગ્યા મળી નથી, પરંતુ તેમને બીજી તાકાતવર સંસ્થા ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમના ઉપરાંત વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનથી આવનાર ઓમ માથુરને પણ આ ચૂંટણી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. 
 
ભાજપે સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની કરી જાહેરાત, શિવરાજસિંહ બહાર, જાણો કોને મળી તક

BJP Parliamentary Board: ભાજપે પોતાના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા છે. ભાજપના આ સંસદીય બોર્ડના અધ્યક્ષ જેપી નડ્ડા હશે. સર્વાનંદ સોનોવાલ અને બીએસ યેદિયુરપ્પાને ભાજપે બોર્ડૅમાં સામેલ કર્યા છે. તમને જણાવી દઇએ કે સંસદીય બોર્ડ ભાજપની સૌથી તાકતવર સંસ્થા છે. પાર્ટીના તમામ મોટા નિર્ણય આ બોર્ડ દ્રારા લેવામાં આવે છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સંસદીય બોર્ડમાં તો જગ્યા મળી નથી, પરંતુ તેમને બીજી તાકાતવર સંસ્થા ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમના ઉપરાંત વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનથી આવનાર ઓમ માથુરને પણ આ ચૂંટણી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

ભાજપ સંસદીય બોર્ડની સંપૂર્ણ યાદી
જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ)
નરેન્દ્ર મોદી
રાજનાથ સિંહ
અમિત શાહ
બી. એસ યેદિયુરપ્પા
સર્બાનંદ સોનોવાલ
કે. લક્ષ્મણ
ઈકબાલસિંહ લાલપુરા
સુધા યાદવ
સત્યનારાયણ જટિયા
બી એલ સંતોષ (સચિવ)

ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ
જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ)
નરેન્દ્ર મોદી
રાજનાથ સિંહ
અમિત શાહ
બી. એસ યેદિયુરપ્પા
સર્બાનંદ સોનોવાલ
કે. લક્ષ્મણ
ઈકબાલસિંહ લાલપુરા
સુધા યાદવ
સત્યનારાયણ જટિયા
ભૂપેન્દ્ર યાદવ
દેવેન્દ્ર ફડણવીસ
ઓમ માથુર
બી એલ સંતોષ (સચિવ)
વનથી શ્રીનિવાસ (હોદ્દેદાર)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More