Home> India
Advertisement
Prev
Next

BJP Meeting: નડ્ડાની પાસે રહેશે કમાન કે ભાજપને મળશે નવા કેપ્ટન? 48 લાક બાદ PM મોદી લેશે નિર્ણય

JP Nadda Extension: આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા માટે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીમાં બોલાવવામાં આવી છે. સોમવારે બપોરે 4 કલાકે દિલ્હીમાં એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં બેઠક શરૂ થશે. 

BJP Meeting: નડ્ડાની પાસે રહેશે કમાન કે ભાજપને મળશે નવા કેપ્ટન? 48 લાક બાદ PM મોદી લેશે નિર્ણય

નવી દિલ્હીઃ Elections In 2023: ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક 16 અને 17 જાન્યુઆરીએ દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના લગભગ 350 નેતા આ બેઠકમાં સામેલ થશે. 17 જાન્યુઆરીએ પીએમ મોદીના ભાષણની સાથે બેઠકનું સમાપન થશે. 

ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થશે
આ વર્ષે યોજાનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સોમવારે સાંજે 4 વાગ્યે દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં શરૂ થશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના ભાષણ સાથે બેઠકની શરૂઆત થશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે.

આ પણ વાંચોઃ દુર્લભ નજારો: પાછો ફર્યો 50 હજાર વર્ષ જૂનો ધૂમકેતુ, લીલા રંગના પ્રકાશથી આકાશમાં...

નડ્ડાને એક્સટેન્શન મળી શકે છે
કારોબારીની બેઠકમાં જેપી નડ્ડાનો કાર્યકાળ વધારવા પર સહમતી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શક્ય છે કે જેપી નડ્ડાને લોકસભા ચૂંટણી સુધી એક્સટેન્શન આપવામાં આવે. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય પીએમ મોદી જ લેશે.નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે અને સંગઠનની ચૂંટણી ન હોવાના કારણે તેમને આગામી લોકસભા ચૂંટણી સુધી અધ્યક્ષ રહેવા માટે કહેવામાં આવી શકે છે. કારોબારી બેઠકમાં રાજકીય, આર્થિક પ્રસ્તાવો ઉપરાંત G-20 સંમેલન સંબંધિત કાર્યક્રમો અને તેમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવશે.

શક્ય છે કે G-20 સંબંધિત ઠરાવ પણ પસાર કરવામાં આવે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર ભાષણ આપી શકે છે. આ સિવાય સંગઠનાત્મક બાબતો પર ચર્ચા થશે, જેમાં લોકસભાની 160 નબળી બેઠકો પર પ્રસ્તાવકોની તૈનાતી સંબંધિત પ્રગતિ પર ચર્ચા થશે.

આ પણ વાંચોઃ મહિલાઓ કોઈની જાગીર નથી: સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકાર મામલે આપ્યો મોટો ચુકાદો

પાર્ટી પદાધિકારીઓની થશે બેઠક
કાર્યકારિણીની બેઠકમાં આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા થશે. આ પહેલા રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પાછલા વર્ષે હૈદરાબાદમાં યોજાઈ હતી. ત્યારથી અત્યાર સુધીની સંગઠનની ગતિવિધિઓની સમીક્ષા કરવામાં આવશે. તો આવનારા સમયમાં થનાર સંગઠન સંબંધિત કાર્યક્રમો અને ગતિવિધિઓની તૈયારીઓ પર ચર્ચા થશે. 

મંગળવાર 17 જાન્યુઆરી સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની સાથે બેઠક સમાપ્ત થશે. કાર્યકારિણીમાં પાર્ટીના પદાધિકારીઓની બેઠક થશે. 16 જાન્યુઆરીએ સવારે 10 કલાકે પાર્ટી મુખ્યાલયમાં બેઠક થશે, જેની અધ્યક્ષતા જેપી નડ્ડા કરશે. આ બેઠક બપોરે 2 કલાક સુધી ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More