Home> India
Advertisement
Prev
Next

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત નાજુક, રાષ્ટ્રપતિ રામનાથ પહોંચ્યા AIIMS

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી કથળેલી છે. હાલ તેઓ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ છે. તેમની તબિયત હાલ નાજુક કહેવાઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને જોવા માટે આજે એમ્સની મુલાકાતે ગયાં. 

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત નાજુક, રાષ્ટ્રપતિ રામનાથ પહોંચ્યા AIIMS

નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી કથળેલી છે. હાલ તેઓ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ છે. તેમની તબિયત હાલ નાજુક કહેવાઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને જોવા માટે આજે સવારે તેમના હાલચાલ જાણવા માટે એમ્સની મુલાકાતે ગયા હતાં. 

fallbacks

ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને ગભરાહટ અને નબળાઈની ફરિયાદ બાદ ગત 9 ઓગસ્ટના રોજ એમ્સમાં દાખલ કરાયા હતાં. એમ્સના વરિષ્ઠ ડોક્ટરોએ ત્યારબાદ જણાવ્યું હતું કે તેમની તપાસ થઈ રહી છે અને તબિયત સ્થિર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ હોસ્પિટલ પહોંચીને જેટલીના હાલચાલ જાણ્યા હતાં. 

જુઓ LIVE TV

એમ્સના એક વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે જેટલીને એક ડોક્ટરી તપાસ માટે હ્રદય રોગ વિભાગમાં દાખલ કરાયા હતાં. એન્ડોક્રિનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટની એક ટીમ તેમના સ્વાસ્થ્યની દેખરેખમાં છે. ડોક્ટરે કહ્યું હતું કે તેમની હાલાત હાલ સ્થિર છે અને સ્વાસ્થ્ય પર બરાબર નજર છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More