Home> India
Advertisement
Prev
Next

જેપી નડ્ડાનો આરોપ-UPAના કાર્યકાળમાં PMNRFના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને અપાયા

ચીનના મુદ્દે કોંગ્રેસ જ્યાં મોદી સરકારને ઘેરી રહી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી હવે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડ (PMNRF)માંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા ડોનેટ કરવામાં આવ્યાં. 

જેપી નડ્ડાનો આરોપ-UPAના કાર્યકાળમાં PMNRFના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને અપાયા

નવી દિલ્હી: ચીનના મુદ્દે કોંગ્રેસ જ્યાં મોદી સરકારને ઘેરી રહી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી હવે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડ (PMNRF)માંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા ડોનેટ કરવામાં આવ્યાં. 

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સંકટમાં લોકોની મદદ કરવા માટે બનેલા PMNRF, યુપીએના કાર્યકાળમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા દાન કરી રહ્યું હતું. પીએમએનઆરએફ બોર્ડમાં કોણ છે? સોનિયા ગાંધી. રાજીવ ગાંધી ફાઉન્ડેશનની અધ્યક્ષતા કોણ કરે છે? સોનિયા ગાંધી. આ સંપૂર્ણ રીતે નિંદનીય છે, નૈતિકતાની અવગણના કરનારું છે. 

જેપી નડ્ડાએ કહ્યું કે ભારતના લોકોએ જરૂરિયાતવાળાઓને મદદ કરવા માટે પોતાની મહેનતની કમાણી PMNRFને દાન કરી. આ સાર્વજનિક ધનને પરિવાર ચલાવવાની કવાયતમાં ઉપયોગ કરવો એ એક ફ્રોડ હોવાની સાથે સાથે ભારતના લોકો સાથે એક મોટો દગો પણ છે. 

કોંગ્રેસ પર આરોપ લગાવતા જેપી નડ્ડાએ કહ્યું કે પૈસા માટે એક પરિવારની ભૂખે દેશને બરબાદ કર્યો. કોંગ્રેસના શાહી રાજવંશે આત્મલાભ માટે અનિયંત્રિત લૂટ કરી જે માટે તેમણે માફી માંગવાની જરૂર છે. 

ચીન પાસેથી લાંચ લેવાનો આરોપ
આ અગાઉ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનને પૈસા આપ્યાં. તેમણે પૂછ્યું હતું કે કોંગ્રેસ જણાવે કે આ પ્રેમ કેવી રીતે વધી ગયો. તેમના કાર્યકાળમાં ચીને આપણી જમીન પર કબ્જો જમાવી લીધો. કોંગ્રેસ સ્પષ્ટ કરે કે આ ડોનેશન માટે શું સરકાર પાસેથી મંજૂરી લેવાઈ હતી?

જુઓ LIVE TV

રવિશંકર પ્રસાદે કહ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટેની 2005-06ની ડોનરની સૂચિ અમારી છે. જેમાં ચીનની એમ્બેસીએ ડોનેટ કર્યું એવું સ્પષ્ટપણે લખ્યું છે. આવું કેમ થયું? શું  જરૂર પડી? તેમાં અનેક ઉદ્યોગપતિઓ, પીએસયુના પણ નામ છે. શું એ પૂરતું નહતું કે ચીન એમ્બેસી પાસેથી પણ લાંચ લેવાની જરૂર પડી. તેમણે દાવો કર્યો કે ચીન પાસેથી ફાઉન્ડેશનને 90 લાખનું ફંડિંગ થયું. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More