Home> India
Advertisement
Prev
Next

રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકની થઇ રહી હતી જાસૂસી? ભાજપ નેતાઓએ પકડ્યા ખુફીયા અધિકારી

ભાજપની તેલંગાણા એકમના એક વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યા કે તેમણે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદની બેઠક કરી કાર્યવાહીના ડ્રાફ્ટની કોપીની તસવીર ખેંચતા એક ગુપ્તચર અધિકારીને પકડ્યા છે. પાર્ટીની આ બેઠક હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેંશન સેન્ટરમાં યોજાઇ રહી છે.

રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકની થઇ રહી હતી જાસૂસી? ભાજપ નેતાઓએ પકડ્યા ખુફીયા અધિકારી

Telangana intelligence officer at BJP meeting in Hyderabad:  ભાજપની તેલંગાણા એકમના એક વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યા કે તેમણે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદની બેઠક કરી કાર્યવાહીના ડ્રાફ્ટની કોપીની તસવીર ખેંચતા એક ગુપ્તચર અધિકારીને પકડ્યા છે. પાર્ટીની આ બેઠક હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેંશન સેન્ટરમાં યોજાઇ રહી છે. જેનો આજે બીજો દિવસ છે. તો બીજી તરફ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી હાજર છે. 

ફોટાને કરવામાં આવ્યો ડિલીટ
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય એન. ઇંદ્રસેન રેડ્ડીએ કહ્યું કે તેમણે ગુપ્તચર અધિકારીને તેના વરિષ્ઠ અધિકારીઓને સોંપઈ દીધા અને તેના દ્રારા કથિત રીતે લેવામાં આવેલા ફોટાને ડિલીટ કરી દેવામાં આવ્યો છે. 

BJP રાષ્ટ્રીય કાર્યકારિણીમાં PM એ હૈદરાબાદને ભાગ્યનગર કહ્યું, સરદાર પટેલને કર્યા યાદ

વ્યક્તિએ પોલીસ પાસનો કર્યો ઉપયોગ
રેડ્ડીએ હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેંશન સેન્ટરમાં કહ્યું કે સ્થાનિક સરકાર દુર્ભાવનાપૂર્ણ મંશાથી અહીં થઇ રહેલી વાતચીતને સાર્વજનિક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ગુપ્તચર અધિકારી સભાગરની અંદર આવ્યો, જ્યાં પ્રવેશની અનુમતિ ન હતી. તેણે ઘટનાસ્થળ પર ઘૂસવા માટે પોલીસ પાસનો ઉપયોગ કર્યો હતો. 

સરકારનું આ વલણ નથી સ્વિકાર
તેમણે કહ્યું કે આધિકારીને બે દિવસની કાર્યવાહી શરૂ થતાં પહેલાં મોબાઇલ ફોનમાંથી ડ્રાફ્ટ પ્રસ્તાવની કોપીઓના ફોટા લેતા પકડ્યો હતો. તેણે વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. ભાજપ નેતાએ કહ્યું કે રાજ્ય સરકારનું વલણ સ્વિકાર્ય નથી અને તેને બીજાની અંગતતાનું ઉલ્લંઘન કરવું ન જોઇએ. 

તેમણે આરોપ લગાવ્યો કે તેમણે (મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ)એ આ પ્રકારના ગુપ્તચર અધિકારીઓને કેમ મોકલ્યા? જો કંઇ હોય તો તેમણે સામે આવીને પતાવી દેવું જોઇએ. તેમણે માંગ કરી કે રાજ્ય સરકાર આ ઘટના માટે માફી માંગે. આ દરમિયના કથિત ઘટના વિશે પૂછવામાં આવતાં એક પોલીસ અધિકારીએ ટિપ્પણી કરવાની મનાઇ કરી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More