Home> India
Advertisement
Prev
Next

CEC ની બેઠક પહેલાં PM મોદીએ બોલાવી મહત્વપૂર્ણ મીટીંગ, જાહેર થઇ શકે છે ઉમેદવારોના નામ

આ પહેલાં અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Election 2021) ને ધ્યાનમાં રાખતાં સીટોના તાલમેલને અંતિમ રૂપ આપવા માટે ગૃહમંત્રી અમિત શાહના ઘરે બુધવારે ભાજપ અને તેના સહયોગી દળ અસમ ગણ પરિષદ  (AGP) તથા યૂનાઇટેડ પીપુલ્સ પાર્ટે લિબરલ (UPPL) ની બેઠક થઇ હતી.

CEC ની બેઠક પહેલાં PM મોદીએ બોલાવી મહત્વપૂર્ણ મીટીંગ, જાહેર થઇ શકે છે ઉમેદવારોના નામ

નવી દિલ્હી: ભાજપની કેંદ્રીય ચૂંટણી સમિતિ (CEC) ની બેઠકના ઠીક પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ સામેલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પશ્વિમ બંગાળ અને અસમમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. 

7 વાગે શરૂ થશે CEC ની બેઠક!
સાંજે 7 વાગે ભાજપની કેંદ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઇ શકે છે. આ બેઠકમાં ચાર રાજ્યો અને એક કેંદ્ર શાસિત પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2021) માટે ઉમેદવારોના નામને લઇને ચર્ચા થઇ શકે છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ સામેલ થશે. આજ પછી 5 માર્ચના રોજ ભાજપ કેંદ્રીય ચૂંટણી સમિતિ  (BJP CEC) ની બેઠક કરશે. 

Gujarat સહિત આ 5 રાજ્યોમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 85.51% નવા કેસ નોંધાતા ચિંતા વધી

પહેલાં શાહના ઘરે થઇ હતી બેઠક
આ પહેલાં અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Election 2021) ને ધ્યાનમાં રાખતાં સીટોના તાલમેલને અંતિમ રૂપ આપવા માટે ગૃહમંત્રી અમિત શાહના ઘરે બુધવારે ભાજપ અને તેના સહયોગી દળ અસમ ગણ પરિષદ  (AGP) તથા યૂનાઇટેડ પીપુલ્સ પાર્ટે લિબરલ (UPPL) ની બેઠક થઇ હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા  (JP Nadda), અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ (Sarvanand Sonoval), પ્રદેશ ભાજપ અધ્યક્ષ રંજીત દાસ, એજીપીના અધ્યક્ષ તથા રાજ્ય સરકારના મંત્રી અતુલ બોરા, યૂપીપીએલના પ્રમુખ પ્રમોદ બોરા, ભાજપ નેતા તથા મંત્રી હેમંત વિશ્વ સરમા પણ હાજર હતા. 

Hathi Mere Sathi Trailer: 'બાહુબલી'ના 'ભલ્લાલદેવ' કરતાં પણ ખતરનાક છે 'હાથી મેરે સાથી' માં Rana Daggubati નો અવતાર

પશ્વિમ બંગાળમાં 8 તબક્કામાં થશે વોટિંગ
પશ્વિમ બંગાળ (West Bengal) ની 294 વિધાનસભા સીટો માટે 8 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 27 માર્ચ, એક એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે ચૂંટણીના પરિણામ 2 મેના રોજ આવશે. પહેલાં અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 સીટો, ચોથા તબક્કામાં 44 સીટો, પાંચમા તબક્કામાં 45 સીટો, છઠ્ઠા તબક્કામાં 43 સીટો, સાતમા તબક્કામાં 36 સીટો અને આઠમા તબક્કામાં 35 સીટો પર મતદાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More