Home> India
Advertisement
Prev
Next

બિહાર બાદ હવે આ ચૂંટણીઓમાં પણ BJP-JDU એ બાજી મારી, બહુમત મેળવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપ (BJP)  અને જેડીયુ (JDU) એ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં પણ અલગ અલગ જીત મેળવી છે. દમણ જિલ્લા પંચાયત, દમણ નગરપાલિકા, દીવ જિલ્લા પંચાયત, દાદરા અને નગરહવેલી જિલ્લા પંચાયત તથા તેની સેલવાસા નગરપાલિકા માટે આઠ નવેમ્બરે ચૂંટણી થઈ હતી. 

બિહાર બાદ હવે આ ચૂંટણીઓમાં પણ BJP-JDU એ બાજી મારી, બહુમત મેળવ્યું

દમણ: બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપ (BJP)  અને જેડીયુ (JDU) એ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં પણ અલગ અલગ જીત મેળવી છે. દમણ જિલ્લા પંચાયત, દમણ નગરપાલિકા, દીવ જિલ્લા પંચાયત, દાદરા અને નગરહવેલી જિલ્લા પંચાયત તથા તેની સેલવાસા નગરપાલિકા માટે આઠ નવેમ્બરે ચૂંટણી થઈ હતી. 

આ ‘silent voters' છે ભાજપની સફળતાનું મજબૂત કારણ!, પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ

ભાજપને આ ચૂંટણીઓમાં મળી જીત
ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા પરિણામો મુજબ ભાજપ દમણ નગરપાલિકામાં સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો છે. દમણ જિલ્લા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી છે. દમણ જિલ્લા પંચાયત પર 2015થી કોંગ્રેસ અને કેટલાક અપક્ષ સભ્યોના ગઠબંધનનું રાજ હતુ. 

Online News Portal અને Web Content પર મોદી સરકારે લીધો મોટો નિર્ણય

ભાજપનો 15માંથી 11 બેઠકો પર કબજો
દમણ નગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી ભાજપે 11, કોંગ્રેસે 1 અને અપક્ષોએ 3 વોર્ડમાં જીત મેળવી. દમણ જિલ્લા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 9 પર તો સાત પર અપક્ષોએ કબજો જમાવ્યો. ભાજપ દીવ જિલ્લા પંચાયતમાં આઠમાંથી પાંચ બેઠકો જીતીને પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો. 3 બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ. 

Bihar Election Results 2020: 'બ્રાન્ડ મોદી'નો જાદુ યથાવત, બિહારમાં NDAને પૂર્ણ બહુમત, જાણો કોને કેટલી બેઠક મળી 

જેડીયુએ 20માંથી 17 બેઠકો મેળવી
દાદરા અને નગરહવેલીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને જેડીયુ વચ્ચે હતો. જેમને અપક્ષ સાંસદ મોહન ડેલ્કરનું સમર્થન હાંસલ હતું. ડેલ્કરના સમર્થનથી જેડીયુએ દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત પર કબજો જમાવી લીધો. જેના પર 2015થી કોંગ્રેસનું શાસન હતું. જેડીયુએ 20માંથી 17 બેઠકો પર કબજો જમાવ્યો. જ્યારે ભાજપને ફક્ત 3  બેઠકો મળી. આ બાજુ ભાજપ દાદરા અને નગરહવેલીની સેલવાસા નગરપાલિકામાં 15માંથી 9 બેઠકો જીતીને પોતાનું શાસન બચાવવામાં સફળ રહી. જેડીયુએ દમણ અને દીવમાં ઉમેદવાર ઉતાર્યા નહતા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More