Home> India
Advertisement
Prev
Next

Cyclone : વાવાઝોડાની ભયંકરતા વધે એમ અપાય છે ચેતવણી, આ ચેતવણી અપાઈ તો સીરિયસલી દોડજો

ગુજરાતમાં વાવાઝોડાથી ભારે વરસાદ પડવાની આગાહીઓ વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય નામના વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. હાલમાં 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં આ વાવાઝોડું એ ગુજરાતથી 1100 કિલોમીટર દૂર છે. જે ધીમેધીમે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ફંટાઈને ઓમાન તરફ જાય તેવી પૂરી સંભાવના વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. જેથી ગુજરાતના ખેડૂતોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. દરેકે આગાહી અનુસરવી હિતાવહ છે. વાવાઝોડાની મધ્યરેખા પાર થતા, વિસ્તારોમાં પવનની દિશા એક બાજુથી બીજી બાજુ બદલાય છે. અને વચ્ચેના સમયગાળામાં પવન શાંત પડી જતો હોય છે, જેવી વધુ કાળજી રાખતી હાવહ છે.

Cyclone : વાવાઝોડાની ભયંકરતા વધે એમ અપાય છે ચેતવણી, આ ચેતવણી અપાઈ તો સીરિયસલી દોડજો

Biporjoy Cyclone countdown : ગુજરાતમાં વાવાઝોડાથી ભારે વરસાદ પડવાની આગાહીઓ વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય નામના વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. હાલમાં 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં આ વાવાઝોડું એ ગુજરાતથી 1100 કિલોમીટર દૂર છે. જે ધીમેધીમે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ફંટાઈને ઓમાન તરફ જાય તેવી પૂરી સંભાવના વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. જેથી ગુજરાતના ખેડૂતોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. દરેકે આગાહી અનુસરવી હિતાવહ છે. વાવાઝોડાની મધ્યરેખા પાર થતા, વિસ્તારોમાં પવનની દિશા એક બાજુથી બીજી બાજુ બદલાય છે. અને વચ્ચેના સમયગાળામાં પવન શાંત પડી જતો હોય છે, જેવી વધુ કાળજી રાખતી હાવહ છે.

શું વાવાઝોડાઓ વિશે આગાહી કરી શકાય ખરી ?

પૃથ્વીથી હજારો માઈલ ઊંચે તરતા રહેતા ઉપગ્રહોએ મોકલેલ માહિતીને આધારે વાવાઝોડાના ઉદ્ભવ અને ફેલાવા વિશે આગાહી કરી શકાય છે.

ભારતમાં હવામાન ખાતાએ વાવાઝોડાના આગમન પહેલાં ચાર-સ્તરીય ચેતવણીની પ્રથા ઊભી કરેલ છે.

પ્રથમ ચેતવણી

આ ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના ૦૨ કલાક પહેલાં આપવામાં આવે છે. આ ચેતવણી ત્યારે આપવામાં આવે છે જ્યારે સમુદ્રમાં હવાનું ઓછું દબાણ સર્જાય છે અને જેને લઈને ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા ઊભી થાય છે. આ બાબત આપણને અરબી સમુદ્રમાંનું હવાનું દબાણ, વાવાઝોડામાં ક્યારે પલ્ટી શકે છે તેનો અંદાજિત સમય બતાવે છે.

સાવધ રહેવાનો તબક્કો બીજી ચેતવણી :

બીજી ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના ૪૮ ક્લાક પહેલાં આપવામાં આવે છે. આ બાબત આપણને ચેતવે છે કે દબાણનું વાવાઝોડાના સ્વરૂપમાં વિકસિત થવું ચાલુ છે.

સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન! બિપોરજોય આ વિસ્તારોને ધમરોળશે, મેપમાં જુઓ ક્યાંથી પસાર થશે

વાવાઝોડાની 'આંખ' ટકરાય તો થાય છે ભયંકર ખાના ખરાબી, ગુજરાત માટે અહીં સર્જાય છે આફતો

જેલમાં બંધ પતિનો ચહેરો જોતા જ ગર્ભવતી પત્નીનું મોત, 20 દિવસ બાદ થવાની હતી ડિલિવરી

ચેતવણીનો તબક્કો ત્રીજી ચેતવણી :

આ પછી ત્રીજા ચેતવણી વાવાઝોડું આવવાના અનુમાનિત સમયના ૨૪ કલાક પહેલાં આપવામાં આવે છે. આ ચેતવણી એ બાબત જાહેર કરે છે કે વાવાઝોડાનો ઉદ્ભવ થઈ ચૂક્યો છે અને તેની સાથોસાથ ઉપગ્રહ મારફતે જિલ્લાઓની વડી કચેરીઓને મોકલવા માટેની માહિતીનું માળખું તૈયાર કરી દેવામાં આવે છે.

આખરી ચેતવણી-વાવાઝોડાનું આગમન :

અને આખરી ચેતવણી વાવાઝોડું જે તે સંભવિત વિસ્તારમાં ત્રાટકવાનું હોય તે પહેલાં ૧૨ કલાક અગાઉ આપવામાં આવતી હોય છે. જ્યાં સુધી પવન શાંત ન થઈ જાય ત્યાં સુધી આ ચેતવણી ચાલુ રહે છે, અને બીજા બુલેટિનો વાવાઝોડાની પરિસ્થિતિ મુજબ પણ આપવામાં આવે છે. આ ચેતવણી વાવાઝોડાની વિપરીત અસરો વિશે માહિતી આપે છે. બંદરોમાં પણ આવનાર વાવાઝોડા વિશે ખતરાની ચેતવણી આપી દેવામાં આવે છે. જેમાં સિગ્નલ નંબર દર્શાવવામાં આવે છે. ૧૦ નંબર એ સૌથી વધારે ખતરાની નિશાની દર્શાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More