Home> India
Advertisement
Prev
Next

BIMSTEC Summit: બિમ્સ્ટેકના ઈતિહાસમાં એક સ્વર્ણિમ અધ્યાય લખીશું- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા BIMSTEC સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે હાલ બંગાળની ખાડીને સંપર્ક, સમૃદ્ધિ અને સુરક્ષાનો સેતુ બનાવાનો સમય છે.

BIMSTEC Summit: બિમ્સ્ટેકના ઈતિહાસમાં એક સ્વર્ણિમ અધ્યાય લખીશું- PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા BIMSTEC સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે હાલ બંગાળની ખાડીને સંપર્ક, સમૃદ્ધિ અને સુરક્ષાનો સેતુ બનાવાનો સમય છે. પાંચમા બહુ ક્ષેત્રીય ટેક્નિકલ અને આર્થિક સહયોગ માટે બંગાળની ખાડી પહેલ (બિમ્સ્ટેક) શિખર સંમેલનમાં પોતાના શરૂઆતના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક શિખર સંમેલનના પરિણામ બિમ્સ્ટેકના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખશે. તેમણે કહ્યું કે ભારત બિમ્સ્ટેક સચિવાલયના પરિચાલન બજેટને વધારવા માટે સહયોગ તરીકે 10 લાખ અમેરિકી ડોલર પ્રદાન કરશે. 

પીએમ મોદીએ કહ્યું કે યુરોપમાં હાલના ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની સ્થિરતા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં બિમ્સ્ટેક ક્ષેત્રીય સહયોગને વધુ સક્રિય બનાવવું મહત્વપૂર્ણ થઈ ગયું છે. તેમણે એમ પણ કહ્યું કે બિમ્સ્ટેક દેશો વચ્ચે આપસી વેપાર વધારવા માટે બિમ્સ્ટેક એફટીએ પ્રસ્તાવ પર આગળ વધવું જરૂરી છે. 

પેટ્રોલના સતત વધતા ભાવથી દુ:ખી છો? નીતિન ગડકરી જે કારમાં બેસીને સંસદ પહોંચ્યા તેના વિશે ખાસ જાણો

પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલ બંગાળની ખાડીને સંપર્ક, સમૃદ્ધિ, સુરક્ષાનો સેતુ બનાવવાનો સમય છે. આપણું ક્ષેત્ર સ્વાસ્થ્ય અને આર્થિક સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે. આવામાં એક્તા અને સહયોગ સમયની માગણી છે. 

Sopore Petrol Bomb: J&K ના સોપોરમાં બુરખો પહેરીને આવેલી મહિલાએ CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો

બિમ્સ્ટેકમાં આ દેશો સામેલ
બિમ્સ્ટેકના સભ્ય દેશોમાં ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાન સામેલ છે. શિખર સંમેલન બિમ્સ્ટેક ચાર્ટરને અપનાવશે જે સમૂહને એક આંતરરાષ્ટ્રીય ઓળખ આપશે અને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક તૈયાર કરશે જેના માધ્યમથી સમૂહ પોતાના કામ કરશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More