Home> India
Advertisement
Prev
Next

બિહારમાં હવે JDU-RJD ની સરકાર, નીતિશકુમાર આઠમીવાર બન્યા CM, તેજસ્વી યાદવે લીધા ડે.સીએમ પદના શપથ

બિહારમાં મંગળવારે મોટો રાજકીય ઉલટફેર થયો. નીતિશકુમારે ભાજપ સાથે નાતો તોડીને આરજેડી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય લઈ લીધો. જેડીયુના નેતા નીતિશકુમારે આજે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશકુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. 

બિહારમાં હવે JDU-RJD ની સરકાર, નીતિશકુમાર આઠમીવાર બન્યા CM, તેજસ્વી યાદવે લીધા ડે.સીએમ પદના શપથ

Nitish Kumar Oath Taking Ceremony: બિહારમાં મંગળવારે મોટો રાજકીય ઉલટફેર થયો. નીતિશકુમારે ભાજપ સાથે નાતો તોડીને આરજેડી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય લઈ લીધો. જેડીયુના નેતા નીતિશકુમારે આજે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશકુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજીવાર ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. 7 વર્ષમાં નીતિશકુમાર આઠમીવાર સીએમ બન્યા જે બિહારના રાજકારણના ઈતિહાસમાં એક રેકોર્ડ છે. 

રાબડી દેવી પહોંચ્યા સમારોહમાં
લાલુ પ્રસાદ યાદવના પત્ની રાબડી દેવી પણ શપથ સમારોહમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે હું ખુબ ખુશ છું. આ બધુ તમારા લોકોના કારણે જ થયું છે. તેમણે એમ પણ કહ્યું કે જૂનું બધુ માફ છે. તેજસ્વી યાદવના પત્ની પણ સમારોહમાં હાજર રહ્યા. 

9 વર્ષમાં 2 વાર ગઠબંધન બદલી ચૂક્યા છે નીતિશકુમાર
નીતિશકુમાર 2013માં ભાજપ અને 2017માં આરજેડી સાથે ગઠબંધન તોડી ચૂક્યા છે. બંને વખત તેમણે સરકાર બનાવી હતી અને પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. એકવાર ફરીથી એનડીએ સાથે નાતો તોડીને ખુબ જ ગુપચુપ અંદાજમાં નીતિશકુમારે બધુ અંજામ સુધી પહોંચાડ્યું. આટલા વર્ષોમાં અનેક ઉથલપાથલ વચ્ચે એક વાત ન  બદલાઈ અને તે છે બિહારના મુખ્યમંત્રીની ખુરશી પર બેઠનારા નીતિશકુમારનું નામ. 

ભાજપના ધરણા
નવા ગઠબંધન અને નવી સરકારના શપથગ્રહણ સમારોહ વચ્ચે એનડીએ ગઠબંધન તોડવા બદલ ભાજપે આજે ધરણા પ્રદર્શન કર્યું. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે નીતિશજીના સાથી સારા નથી. 'અચ્છા સિલા દિયા અમ લોકો કે પ્યાર કા'. આ ખુબ ખોટી વાત છે. જ્યારે પણ મળ્યા ત્યારે ક્યારેય એવો અહેસાસ ન થયો કે તેઓ છોડીને જશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 40 બેઠક જીતશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More