Home> India
Advertisement
Prev
Next

બિહાર: પિક્ચર અભી બાકી હૈ....ગમે ત્યારે પલટી શકે છે બાજી!, ખાસ જાણો કારણ

અત્યારે સ્થિતિ જોઈએ તો NDA મહાગઠબંધન કરતા આગળ છે પરંતુ ગમે ત્યારે બાજી પલટાઈ શકે છે. ખાસ જાણો કારણ. 

બિહાર: પિક્ચર અભી બાકી હૈ....ગમે ત્યારે પલટી શકે છે બાજી!, ખાસ જાણો કારણ

નવી દિલ્હી: બિહાર (Bihar) માં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. શરૂઆતમાં મહાગઠબંધન ભારે બહુમતથી આગળ હતું. જ્યારે હવે બાજી પલટાઈ અને એનડીએ આગળ છે. અત્યારે સ્થિતિ જોઈએ તો NDA 125 અને મહાગઠબંધન 108 બેઠકો પર આગળ છે. જ્યારે 10 બેઠકો પર અન્ય આગળ છે. જો કે તમને જણાવી દઈએ કે આ સમીકરણો બદલાઈ શકે છે. 

Bihar Election Results 2020 LIVE: ટ્રેન્ડમાં NDAને મળ્યું બહુમત, મહાગઠબંધન પછડાયું

આ રીતે પલટી શકે છે બાજી!
બપોરે એક વાગ્યા સુધીમાં જે આંકડા આવ્યા તે મુજબ બધુ મળીને 166 બેઠકો પર મતોનું અંતર 5000થી ઓછું હતું. 80 બેઠકો પર તો 2000થી પણ ઓછું અંતર હતું. 49 બેઠકો એવી હતી જેના પર મતોનો માર્જિન 1000 કરતા ઓછો હતો. જ્યારે 20 બેઠકો એવી પણ જોવા મળી જ્યાં 500 કરતા પણ ઓછો મતોનો માર્જિન હતો. 7 બેઠકો પર તો વળી 200 મતો કરતા પણ ઓછું મતોનું અંતર હતું. સ્પષ્ટ છે કે આ રસપ્રદ સ્થિતિ ગમે ત્યારે બાજી પલટી શકે છે. 

બિહાર: 'મોદી મેજિક'થી મહાગઠબંધનને મળી રહી છે પછડાટ? ભાજપે પોતાના દમ પર પલટી બાજી

ટ્રેન્ડ અને પરિણામ આવતા વાર લાગી શકે છે
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ આ વખતે ટ્રેન્ડ અને પરિણામોમાં થોડી વાર લાગી શકે છે. કારણ કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મતદાન કેન્દ્રોની સંખ્યા આ વખતે 72,723 થી વધારીને 1,06,515 કરવામાં આવી હતી. જેના કારણે કાઉન્ટિંગ રાઉન્ડ વધી ગયા છે. જ્યાં સુધી રાઉન્ડની વાત છે તો કોઈ વિધાનસભા સીટ પર 24 રાઉન્ડ છે તો ક્યાંક 51 રાઉન્ડ પણ છે. અત્યાર સુધીમાં ફક્ત 25 ટકા મતોની ગણતરી થઈ છે. આજે મોડી સાંજ સુધી મતગણતરી ચાલુ રહેશે. દાખલા તરીકે દીઘા સીટ પર 51 રાઉન્ડ ગણતરી થવાની છે. અત્યાર સુધીમાં થયેલી મતગણતરી મુજબ મોટા ભાગની સીટ પર આઠથી 14 રાઉન્ડ સુધી મતગણતરી થઈ છે.

યક્ષ પ્રશ્ન! બિહારમાં BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, હવે કોણ બનશે CM?

અત્યાર સુધીમાં એક કરોડ મતોની ગણતરી
પંચના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં એક કરોડ મતોની ગણતરી થઈ છે. પહેલા 73 હજાર જેટલા પોલીંગ બૂથ હતા જ્યારે આ વખતે 34 હજાર જેટલા વધુ છે. આમ એક લાખ 6 હજાર જેટલા પોલીંગ બૂથ છે. આથી બિહારમાં ફાઈનલ પરિણામ આવતા વાર લાગી શકે છે. મતગણતરી ધીમી ગતિએ નથી થઈ રહી. વધુ ઈવીએમ છે એટલે વાર લાગે છે. પોસ્ટલ બેલેટની સંખ્યામાં પણ વધારો થયો છે. ધીમી મતગણતરીનો તો સવાલ જ નથી. 

હાલના ટ્રેન્ડમાં એનડીએને સ્પષ્ટ બહુમત મળે છે
બિહારની 243 વિધાનસભાની બેઠકોના શરૂઆતના ટ્રેન્ડમાં એનડીએ હાલ તો બહુમત મેળવતી જોઈ શકાય છે. છેલ્લે મળેલી જાણકારી મુજબ એનડીએ 125 બેઠકો પર, મહાગઠબંધન 108 પર જ્યારે અધર્સ 10 બેઠકો પર આગળ છે. ભાજપ સૌથી વધુ બેઠકો પર આગળ છે. ટ્રેન્ડ મુજબ ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઊભરી છે. હાલ 72 બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે આરજેડી 68, જેડીયુ 48 અને કોંગ્રેસ 21 બેઠકો પર આગળ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More