Home> India
Advertisement
Prev
Next

ચૂંટણીમાં RJDને મળી માત્ર 43 સીટ, આભાર સંદેશમાં નીતીશ બોલ્યા- જનતા માલિક છે

બિહાર ચૂંટણીમાં એનડીએને 125 સીટ મળી છે. તેથી જનતાનો આભાર વ્યક્ત કરતા નીતીશ કુમારે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો પણ આભાર માન્યો છે. 
 

ચૂંટણીમાં RJDને મળી માત્ર 43 સીટ, આભાર સંદેશમાં નીતીશ બોલ્યા- જનતા માલિક છે

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ના પરિણામમાં એનડીએ (NDA)ને મળેલી જીત પર બુધવારે મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar)એ આભાર વ્યક્ત કર્યો છે. બિહાર ચૂંટણીમાં એનડીએને 125 સીટ મળી છે. તેથી જનતાનો આભાર વ્યક્ત કરતા નીતીશ કુમારે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો પણ આભાર માન્યો છે. 

જેડીયૂ નેતા નીતીશ કુમારે ટ્વીટ કરતા લખ્યુ કે, 'જનકા માલિક છે. જેણે એનડીએને બહુમતી આપી, તે માટે જનતા-જનાર્દનને નમન કરુ છું. હું પ્રધાનમંત્રી મોદી પાસેથી મળી રહેલા તેમના સહયોગ માટે ધન્યવાદ કરુ છું.'

બિહાર ચૂંટણીમાં આ વખતે નીતીશ કુમારના નેતૃત્વ વાળા એનડીએને 243માથી 125 સીટો પર જીત મળી છે, જેમાં 74 સીટ ભાજપ, 43 સીટ જેડીયૂ, 4 સીટ હિન્દુસ્તાન આવામ મોર્ચા અને ચાર સીટ વીઆઈપીને મળી છે. આ રીતે એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટીના રૂપમાં અને જેડીયૂ બીજા નંબરનો પક્ષ છે.

બંગાળ-કેરલની હિંસા પર પીએમની ચેતવણી- મોતની રમત રમી મત નહીં મળે

બુધવારે મોડી સાંજે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલય પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જીતની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, આ ચૂંટણી પરિણામોમાં ભાજપને એનડીએને અપાર જનસમર્થન મળ્યું છે. તે માટે ભાજપ, એનડીએના લાખો કાર્યકર્તા ભાઈઓ-બહેનોને જેટલી શુભેચ્છા આપુ એટલી ઓછી છે. હું દરેક કાર્યકર્તા અને તેના પરિવારજનોને દિલથી શુભેચ્છા આપુ છું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More