Home> India
Advertisement
Prev
Next

કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી, ઘઉં અને ચોખાને લઇને બદલાઇ જશે જૂના નિયમ

Ration Card News : એક માર્ચ 2024 થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઇ રહ્યો છે. 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકોને વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાં હંમેશા માટે છુટકરો મળી જશે.

કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી, ઘઉં અને ચોખાને લઇને બદલાઇ જશે જૂના નિયમ

Ration Card New Update: દેશના કરોડો રાશન ધારકો માટે (Ration Card Holders) માટે સારા સમાચાર છે. હવે દિલ્હી-એનસીઆરમાં જ નહી, યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, એમપી, પશ્વિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન વિતરણ ગરબડીની ફરિયાદ નહી મળે. એક માર્ચ 2024 થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઇ રહ્યો છે. 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે. ગામડાંમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે. 

Onion Price: તૈયાર રહેજો!!! ફરી રડાવશે ડુંગળી, માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે
હત્યા કે સામૂહિક આત્મહત્યા? એક જ પરિવારના 16 લોકોના મોતથી ખળભળાટ

જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલા અધિકારી હોય કે દિલ્હીમાં બેઠેલા અધિકારી તમામ હવે પીડીએસના દુકાનો પર માપતોલમાં કટકી પર વિશેષ નજર રાખશે. આખા દેશમાં ઇ-પોશ મશીન લગાવવામાં આવી રહ્યા છે. આ મશીન દ્વારા જ હવે ગામમાં બેઠેલા લોકોને રાશન મળવા લાગશે. સાથે જ આ વાતની પણ જાણકારી મળી જશે કે દુકાનદાર કેટલા ઓછા ઘઉં અને ચોખા ગ્રાહકોને આપી રહ્યા છે. 

17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
Senior Citizen થઇ જાવ ટેન્શન ફ્રી, SBI ની આ ધાંસૂ સ્કીમ ઘરેબેઠાં આપશે પૈસા

1 માર્ચ, 2024 થી દેશભરના કરોડો રેશનકાર્ડ ધારકોએ હવે રાજ્યોના જિલ્લા પુરવઠા વિભાગને ફરિયાદ કરવાની જરૂર રહેશે નહીં. દેશભરના 80 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોએ હવે ઘટાડા અંગે ફરિયાદ કરવાની રહેશે નહીં. કારણ કે જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ રાજ્યો અને દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ રાશનની માપણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થવા દેશે નહીં.

Oppo અને OnePlus યૂઝર્સ માટે મોટા સમાચાર, આ સ્માર્ટફોનને મળ્યા 100થી વધુ નવા AI ફીચર
બજરંગબલીની મૂર્તિ પર કેમ લગાવામાં આવે છે તેલ અને સિંદૂર, જાણો મહત્વ

ઓછું રાશન હવે નહી મળે
દેશના ઘણા ભાગમાં ગ્રાહકો તરફ્થી ફરિયાદ મળી રહી હતી કે ઘઉં અને ચોખા તોલમાં ઓછું આપવામાં આવી રહ્યું છે. ઘણા અન્ય જગ્યાઓથી ફરિયાદ મળી રહી હતી કે અહીં મહીનો વડે રાશન આપવામાં આવશે નહી. એવામાં કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક બાબતોનું મંત્રાલયે પીડીએસ કેન્દ્રો માટે એક નવી નીતિ બનાવી. હવે રાશન કાર્ડ સાથે જોડાયેલી કોઇપણ ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી જ નહી થાય, પરંતુ દુકાનદાર લાઇસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવે છે. 

હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
OpenAI Sora: TEXT લખો અને ચપટી તૈયારી થઇ Video, શું છે આ અને કેવી રીતે થાય છે ઉપયોગ

કુલ મળીને જો દુકાનદાર તમને ઓછું રાશન આપે છે અથવા તમને ઓછા વજનનો માલ આપે છે, તો તમે દિલ્હીમાં બેસીને પણ દુકાનદારનું લાઇસન્સ રદ કરાવી શકો છો. આ યોજના હેઠળ વ્યક્તિને ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા મળે છે. હવે આનાથી ઓછા રાશનનું ઇ-પોશ મશીન દ્વારા ઇલેક્ટ્રિક કાંટા પર તેનાથી ઓછું રાશન તોલી શકાશે નહી. હવે મોદી સરકાર ઓનલાઈન રાશન વિતરણની સિસ્ટમ પણ શરૂ કરવા જઈ રહી છે. તેના અધિકારીઓ પણ ઓફિસમાં બેસીને મોનિટરિંગ કરી શકશે. ઈ-પોશ મશીન ઘણી હદ સુધી ખામીઓને અટકાવશે અને નવી સિસ્ટમ સાથે ખામીઓને કોઈ અવકાશ રહેશે નહીં.

ગુજરાતના ખેડૂતોએ 2 દિવસમાં પુરૂ કરવું પડશે આ કામ, નહીંતર થશે 2000 રૂપિયાનું નુકસાન
LIC એ બાળકો માટે લોન્ચ કર્યો 'અમૃતબલ' પ્લાન, ગેરેન્ટેડ રિટર્નવાળી પોલિસી થશે ફાયદો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More