Home> India
Advertisement
Prev
Next

ચંપઈ સોરેને ઝારખંડના CM પદના શપથ લીધા, બીજી બાજુ હેમંત સોરેન 5 દિવસ ED રિમાન્ડમાં, સુપ્રીમે પણ આપ્યો ઝટકો

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી છે. પીએમએલએ કોર્ટે આજે હેમંત સોરેનને ઈડીની 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી બાજુ કથિત જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા  હેમંત સોરેનના રાજીનામા બાદ આજે ચંપઈ સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

ચંપઈ સોરેને ઝારખંડના CM પદના શપથ લીધા, બીજી બાજુ હેમંત સોરેન 5 દિવસ ED રિમાન્ડમાં, સુપ્રીમે પણ આપ્યો ઝટકો

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી છે. પીએમએલએ કોર્ટે આજે હેમંત સોરેનને ઈડીની 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી બાજુ કથિત જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા  હેમંત સોરેનના રાજીનામા બાદ આજે ચંપઈ સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.ચંપઈ સોરેન હગવે રાજ ભવનમાં રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા. 

રાજ્યપાલે લેવડાવ્યા શપથ
ચંપઈ સોરેન હવે ઝારખંડના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તેમની સાથે અન્ય નેતાઓએ પણ થપથ લીધા જેમાં કોંગ્રેસના નેતા આલમગીર આલમ અને સત્યાનંત ભોક્તા પણ સામેલ છે. શપથ ગ્રહણ સમારોહ રાંચીના રાજભવનમાં આયોજિત કરાયો હતો. આ દરમિયાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ચંપઈ સોરેનને સીએમ પદના શપથ લેવડાવ્યા. અત્રે જણાવવાનું કે ચંપઈ સોરેન જેએમએમના ઉપાધ્યક્ષ હતા. પંરતુ હેમંત સોરેનની ધરપકડના સમાચારો વચ્ચે નવા સીએમ માટે તેમના નામ પર સહમતિ બની હતી. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે હેમંત સોરેનની ગેરહાજરીમાં તેઓ પદ સંભાળશે.

10 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે
ચંપઈ સોરેનની કેબિનેટમાં આલમગીર આલમ અને સત્યાનંત ભોક્તા પણ સામેલ થયા છે. તેમણે પણ મંત્રીપદના શપથ લીધા છે. તેમને બહુમત સાબિત કરવા માટે 10  દિવસનો સમય અપાયો છે. 

વિધાયકો તૂટવાનો ડર
એકબાજુ ચંપઈ સોરેને સીએમ પદના શપથ લીધા અને બીજી બાજુ સત્તાધારી ગઠબંધનના વિધાયકોને બે દિવસ માટે હૈદરાબાદ શિફ્ટ કરાઈ રહ્યા છે. આ વિધાયકોને ચાર્ટર્ડ પ્લેનથી મોકલવામાં આવી રહ્યા છે. વિધાયકો એરપોર્ટ પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ રાંચીંથી 35 ધારાસભ્યો હૈદરાબાદ જઈ રહ્યા છે. કેટલાક વિધાયકો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં પ્રવેશવાના પગલે રાંચીમાં જ હાજર રહેશે અને  યાત્રામાં જોડાશે. નવી સરકાર અંગે ચંપઈ સોરેને રાજ્યપાલને 43 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો. સત્તાધારી ગઠબંધનમાં જેએમએમના 29 વિધાયકો, કોંગ્રેસના 17, આરજેડી અને લેફ્ટથી એક એક છે. 

હેમંત સોરેન ઈડી રિમાન્ડમાં, સુપ્રીમે પણ આપ્યો ઝટકો
આ બધા વચ્ચે હેમંત સોરેનને PMLA કોર્ટે 5 દિવસના રિમાન્ડમાં મોકલી દીધા છે. ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. હેમંત સોરેનને ઈડીએ જમીન કૌભાંડ કેસમાં તાજેતરમાં જ ધરપકડ કરી હતી. હેમંત સોરેને પોતાની ધરપકડ વિરુદ્ધ સુપ્રમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણીની એમ કહીને ના પાડી દીધી કે આ મામલો પહેલા રાંચી હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આવામાં તમારે પહેલા ત્યાં જવું જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More