Home> India
Advertisement
Prev
Next

COVAXIN: દેશી કોરોના રસી પર આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો

ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોવિડ-19 વેક્સિનના પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. ઈટીના એક અહેવાલ મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સિનની 6 શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ભારતના  12 શહેરોમાં 375 વોલેન્ટિયર્સ પર કોરોના વાયરસ રસીનો ટેસ્ટ કરાયો. 

COVAXIN: દેશી કોરોના રસી પર આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો

નવી દિલ્હી: ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોવિડ-19 વેક્સિનના પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. ઈટીના એક અહેવાલ મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સિનની 6 શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ભારતના 12 સેન્ટરોમાં 375 વોલેન્ટિયર્સ પર કોરોના વાયરસ રસીનું પરિક્ષણ થઈ રહ્યું છે. દરેક વોલેન્ટિયરને રસીના બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે અને તેમના પર નજર પણ રાખવામાં આવી રહી છે. 

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64 હજારથી વધુ નવા દર્દીઓ, મૃત્યુઆંક 48 હજારને પાર 

વેક્સિનની નથી થઈ કોઈ આડઅસર
પીજીઆઈ રોહતકમાં ચાલી રહેલી ટ્રાયલના ટીમ લિડર સવિતા વર્માએ કહ્યું કે વેક્સિન સુરક્ષિત છે. અમે જેટલા પણ વોલેન્ટિયર્સને આ વેક્સિન આપી છે તેમનામાંથી કોઈને પણ તેની વિપરિત અસર થઈ નથી. વોલેન્ટિયર્સને હવે બીજો ડોઝ આપવાની તૈયારી થઈ રહી છે. આ અગાઉ તપાસકર્તા વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ કલેક્ટર કરી રહ્યાં છે. બ્લડ સેમ્પલની તપાસથી વેક્સિનની ઈમ્યુનોઝેનિસિટી (પ્રતિરક્ષા)નું પરિક્ષણ કરવામાં આવશે. 

ગધેડીના દૂધની ડેરી, ભાવ 1 લિટરના 7000 રૂપિયા..., તેના ફાયદા જાણીને તરત લેવા દોડશો

બીજા ફેઝનું બ્લડ સેમ્પલ કલેક્શન શરૂ થયું
સવિતા વર્માએ કહ્યું છે કે હવે અમને ખબર પડી ગઈ છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હવે અમે બીજા તબક્કામાં એ જાણીશું કે વેક્સિન કેટલી પ્રભાવી છે. તેના માટે અમે લોકોના બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાના શરૂ કરી દીધા છે. 

એમ્સમાં 16 વોલેન્ટિયર્સને લગાવવામાં આવી હતી વેક્સિન
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) દિલ્હીમાં પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર સંજય રાયે કહ્યું કે આ વેક્સિન સુરક્ષિત છે. એમ્સમાં ભારત બાયોટેક વેક્સિનના પરિક્ષમ માટે 16 વોલેન્ટિયર્સ ભરતી થયા હતાં. 

ભારતમાં કોરોનાનો ફેલાવો ચીનથી નહીં, પરંતુ આ જગ્યાએથી આવેલા મુસાફરોના કારણે થયો!

આઈસીએમઆરના સહયોગથી બની રહી છે રસી
સુરક્ષિત કોરોના વાયરસની વેક્સિન બનાવવાની આ દોડમાં ભારત પણ સામેલ છે. સરકાર પોતે આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. કોવેક્સિન ભારતની પહેલી વેક્સિન છે અને ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી વિક્સિત થઈ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

એકવાર તમામ 12 જગ્યાઓથી સુરક્ષાના ઈચ્છિત પરિણામો મળ્યા બાદ હવે કંપની બીજા તબક્કામાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરશે. એક અન્ય ઈન્વેસ્ટિગેટરે નામ ન જણાવવાની શરતે કહ્યું કે જો બધુ ઠીક રહ્યું તો આગામી વર્ષના પહેલા છમાસમાં આ રસી ઉપલબ્ધ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More