Home> India
Advertisement
Prev
Next

Bharat Bandh: ખેડૂતોનું ભારત બંધનું આહ્વાન, જાણો શું છે ખુલ્લું અને શું છે બંધ, કેવી છે બંધની અસર

નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) ને ચાર મહિના પૂરા થઈ રહ્યા છે જેના પર સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

Bharat Bandh: ખેડૂતોનું ભારત બંધનું આહ્વાન, જાણો શું છે ખુલ્લું અને શું છે બંધ, કેવી છે બંધની અસર

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) ને ચાર મહિના પૂરા થઈ રહ્યા છે જેના પર સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ બંધ સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ખેડૂતોએ દેશના નાગરિકોને આ બંધને સફળ બનાવવાની અપીલ કરી છે. જો કે તેમણે કહ્યું કે ભારત બંધમાં સામેલ થવા માટે કોઈને જબરદસ્તી કરાશે નહીં. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી થવાની છે તેને ભારત બંધથી અલગ  રાખવામાં આવશે. 

ભારતીય સમુદાય સાથે કરી મુલાકાત
રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લીધા બાદ પીએમ મોદી ઢાકામાં બંગબંધુ-ગાંધી એક્ઝીબિશનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. અહીં તેઓ ભારતીય સમુદાયને મળ્યા. 

ક્યાં ક્યાં પ્રદર્શન
ભારત બંધ  દરમિયાન ખેડૂતોએ બિહારમાં મુઝફ્ફરપુર-હાજીપુર હાઈવે જામ કર્યો. આ બાજુ શાહપુરની પાસે પ્રદર્શનકારીોએ જીટી રોડ અને રેલવે ટ્રેક બ્લોક કર્યો છે. અત્રે જણાવવાનું કે સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાને વિરુદ્ધ બંધનું આહ્વાન કર્યું છે. તેમની માગણી છે કે સરકાર આ કાયદા પાછા ખેંચે. 

પ્રદર્શનકારીઓએ ગાઝીપુર બોર્ડર બ્લોક કરી
ટ્રાફિક પોલીસના જણાવ્યાં મુજબ ખેડૂતોના ભારત બંધને જોતા એનએચ-24 પર ગાઝીપુર બોર્ડર બંધ કરવામાં આવી છે. આ બાજુ ભારત બંધને લઈને અમૃતસરમાં વલ્લાહ રેલવે ફાટક પર દિલ્હી રેલ માર્ગ પર ધરણા શરૂ કરાયા છે. જો કે પોલીસ દ્વારા સુરક્ષા ચુસ્ત કરાઈ છે. ખેડૂત નેતાએ જણાવ્યું કે નવા કૃષિ કાયદા વિરુદ્ધ આજે ખેડૂત સંગઠનોના બંધના એલાનના આહ્વાન મુજબ રેલવે ટ્રેક અને રસ્તાઓ પર ધરણા ધરાશે. ખેડૂતોનું કહેવું છે કે પહેલા કૃષિ કાયદા  લવાયા, પરંતુ હવે સરકાર એક ષડયંત્ર હેઠળ ખેડૂતોને પરેશાન કરવાની કોશિશ કરી રહી છે. 

શું છે બંધ?
ખેડૂતોના ભારત બંધ દરમિયાન રેલવે અને રોડ વાહન વ્યવહારને બંધ રાખવાની ખેડૂતોની યોજના છે. સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી જાહેર સ્થળોને પણ બંધ કરાવશે. 

શું રહેશે ખુલ્લું?ખેડૂત નેતાઓના જણાવ્યાં મુજબ ભારત બંધ દરમિાયન કોઈ કંપની કે ફેક્ટરીને બંધ કરાવવામાં આવશે નહીં. પેટ્રોલ પંપ, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. દેશના આઠ કરોડ વેપારીઓના પ્રતિનિધત્વનો દાવો કરનારી કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કહ્યું કે 26 માર્ચે બજાર ખુલ્લા રહેશે. કારણ કે તેઓ ભારતબંધમાં સામેલ નથી. સંઘટનના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે અમે ભારત બંધમાં સામેલ થઈ રહ્યા નથી. દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં બજાર ખુલ્લા રહેશે. 

આ યુનિયને કહ્યું કે તેઓ સામેલ નથી બંધમાં
ભારતીય કિસાન યુનિયન ભાનુના પ્રદેશ મહામંત્રી ચૌધરી બી સી પ્રધાને જણાવ્યું કે તેમનું સંગઠન ભારત બંધમાં સામેલ નથી કે સમર્થન પણ કરતું નથી. બીજી બાજુ ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા પવન ખટાનાએ જણાવ્યું કે ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતો શુક્રવારે બપોરે બરાબર 12 વાગે ભારત બંધ હેઠળ દુર્ગા ટોકિઝ ગોલચક્કર પર ચક્કા જામ કરશે. 

OMG! વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી ડોક્ટરોએ કાઢ્યો 59 ફૂટ લાંબો કીડો, PHOTOS જોઈને ચક્કર આવી જશે

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More