Home> India
Advertisement
Prev
Next

Beating Retreat 2020: બીટિંગ રિટ્રીટ પર પ્રથમવાર વંદે માતરમ્, જાણો બીજું શું છે ખાસ

ચાર દિવસ સુધી ચાલનારા ગણતંત્ર દિવસ રમારોહનું સમાપન બીટિંગ રિટ્રીટની સાથે થાય છે. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ સમારોહની જેમ Beating Retreat કાર્યક્રમ પણ જોવા લાયક હોય છે. 
 

Beating Retreat 2020: બીટિંગ રિટ્રીટ પર પ્રથમવાર વંદે માતરમ્, જાણો બીજું શું છે ખાસ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ બાદ 29 જાન્યુઆરીએ 'બીટિંગ ધ રિટ્રીટ (Beating The Retreat)' સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. રાયસીના રોડ પર રાષ્ટ્રપતિ ભવનની સામે તેનું પ્રદર્શન કરવામાં આવે છે. 

ચાર દિવસ સુધી ચાલનારા ગણતંત્ર દિવસ રમારોહનું સમાપન બીટિંગ રિટ્રીટની સાથે થાય છે. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ સમારોહની જેમ Beating Retreat કાર્યક્રમ પણ જોવા લાયક હોય છે. 

બીટિંગ રિટ્રીટ કાર્યક્રમમાં સેના બેન્ડ માર્ચ પરત જતા સમયે 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા'ની ધુન વગાડવામાં આવે છે. 

- બીટિંગ રિટ્રીટ સેરેમની ખુબ જૂની પરંપરા છે. તેને સૂર્ય ઢળ્યા બાદ મનાવવામાં આવે છે. ભારતમાં બીટિંગ રિટ્રીટની શરૂઆત વર્ષ 1950થી થઈ હતી.

- 1950 બાદ બીટિંગ રિટ્રીટ કાર્યક્રમને બે વખત રદ કરવો પડ્યો હતો. પ્રથમવાર 26 જાન્યુઆરી 2001ના ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે અને બીજીવાર 27 જાન્યુઆરી 2009ના 8માં રાષ્ટ્રપતિ વેંકટરમનનું લાંબી બિમારી બાદ નિધન થવાથી સમારોહ રદ્દ થયો હતો. 

- વિજય ચોક પર બીટિંગ રિટ્રીટ સમારોહ થઈ રહ્યો છે. સમારોહ ભારતીય સશસ્ત્ર દળની ત્રણેય વિંગો દ્વારા કરવામાં આવે છે. 

- 'Beating The Retreat Ceremony' સેનાની બેરક વાપસીનું પ્રતિક છે. વિશ્વભમાં બીટિંગ રિટ્રીટની પરંપરા રહી છે. લડાઈ દરમિયાન સેનાઓ સૂર્યાસ્ત થવા પર હથિયાર રાખીને પોતાના કેમ્પમાં જાય છે, ત્યાં એક સંગીતમય સમારોહ થાય છે, તેને બીટિંગ રિટ્રીટ કહેવામાં આવે છે. 

- વિજય ચોક પર રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય સલામ આપવામાં આવી. આ દરમિયાન તિરંગો ફરકાવવાની સાથે રાષ્ટ્રગિત ગાવામાં આવ્યું. આ સાથે થલ સેના, વાયુ સેના અને નૌસેના, ત્રણેયના બેન્ડ મળીને પારંપારિક ધુનની સાથે માર્ચ કરી રહ્યાં છે. 

- આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પણ પહોંચ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More