Home> India
Advertisement
Prev
Next

BBC Documentary Controversy : ગુજરાત રમખાણ અને મોદી : ગુજરાતની NGO એ કર્યો છે કેસ, BBC ભરાશે

Delhi Highcourt : બીબીએ ગુજરાત રમખાણો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે. જેને ભારત સરકારે પ્રતિબંધિત કરી છે.... આ મામલે ગુજરાતની એક સંસ્થાએ માનહાનિ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટ બીબીસીને સમન મોકલ્યું છે
 

BBC Documentary Controversy : ગુજરાત રમખાણ અને મોદી : ગુજરાતની NGO એ કર્યો છે કેસ, BBC ભરાશે

BBC Defamation Case : ગુજરાત રમખાણો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે દિલ્હી હાઈકોર્ટે બીબીસીને સમન મોકલ્યું છે. બ્રિટિશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનની વિરુદ્ધ એનજીઓએ માનહાનિ કેસ નોંધાવ્યો હતો. આ માનહાનિ કેસ મામલે એનજીઓનું કહેવુ છે કે, આ ડોક્યુમેન્ટરના માધ્યમથી ભારત, અહીની ન્યાય વ્યવસ્થા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીને નુકસાન પહોંચ્યું છે. 

 

જસ્ટિસ સચિન દત્તાની ખંડપીઠે બીબીસીને નોટિસ જારી કરીને સુનાવણી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી. બીબીસીએ ગુજરાત 2002ના રમખાણો પર એક ડોક્યુમેન્ટરી બનાવી હતી, જેના ટેલિકાસ્ટ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જસ્ટિસ ઓન ટ્રાયલ નામની એનજીઓ તરફથી કોર્ટમાં રજૂઆત કરી હતી. તેઓએ કોર્ટની સામે પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે, બીબીની વિરુદ્ધ માનહાનિનો આ કેસ એ કોક્યુમેન્ટરીને લઈને દાખલ કરાયો છે, જેમાં ભારત અને અહીંની ન્યાયપ્રણાલીને અપમાનિત કરવામાં આવ્યા છે. 

સાળંગપુરમાં દર્શન કરવા જાઓ તો અહી ગાડી પાર્ક ન કરતા, નહિ તો લઈ જશે પોલીસ

ગુજરાતના જૈન મંદિરમાં થયો ચમત્કાર, મહાવીર સ્વામીના કપાળે દેખાયું સૂર્યતિલક

હરીશ સાલ્વેએ દલીલ કરી કે, આ ડોક્યુમેન્ટરીના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ આક્ષેપ લગાવ્યા છે. તેઓએ કહ્યું કે, એનજીઓ તરફથી દાખલ કરવામાં આવી છે, કે આ ડોક્યુમેન્ટરીમાં દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

હાઈકોર્ટે બીબીસીની આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ થશે. 

તમે પાટીદાર છો અને તમારા ઘરે પ્રસંગ લેવાયો છે તો આ ખાસ જાણો, સમાજમાં આવ્યા ફેરફાર

જુનિયર ક્લાર્કની પરીક્ષાના અપડેટ : મુસાફરી ભથ્થા અંગે હસમુખ પટેલે કરી નવી જાહેરાત

અગાઉ, બીબીસી ડોક્યુમેન્ટ્રીના સંબંધમાં દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજી પર સુનાવણી કરતી વખતે, રોહિણી કોર્ટે બુધવારે બીબીસીને સમન્સ જારી કર્યું છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રૂચિકા સિંગલાએ વિકિમીડિયા ફાઉન્ડેશન (જે વિકિપીડિયાને ફંડ આપે છે) અને યુએસ સ્થિત ડિજિટલ લાઇબ્રેરીને પણ સમન્સ જારી કર્યા હતા. આ મામલામાં કોર્ટે બીબીસીને 30 દિવસમાં લેખિતમાં નિવેદન દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

ભાજપના નેતાએ અરજી કરી છે
આ અરજી ઝારખંડ બીજેપીની રાજ્ય કારોબારી સમિતિના સભ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સક્રિય સ્વયંસેવક બિનય કુમાર સિંહ દ્વારા તેમના વકીલ મુકેશ શર્મા દ્વારા રોહિણી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી .

દસ્તાવેજી વિવાદ શું છે
તમને જણાવી દઈએ કે બીબીસી દ્વારા બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટ્રી વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત છે, જેણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ ડોક્યુમેન્ટરીનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ ડોક્યુમેન્ટરીમાં તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે. આ ડોક્યુમેન્ટરીના ટેલિકાસ્ટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More