Home> India
Advertisement
Prev
Next

પ્રોપર્ટી ખરીદતા પહેલા આ 2 શબ્દો વિશે સારી પેઠે જાણી લો, નહીં તો પસ્તાવાનો વારો આવશે

Circle Rate & Market Rate: ભારતમાં રિયલ એસ્ટેટ બજારમાં તેજીથી વિકાસ થઈ રહ્યો છે. પ્રોપર્ટીનું ટ્રાન્ઝેક્શન કરતી વખતે લગભગ તમામ લોકોને રિયલ એસ્ટેટમાં સર્કલ રેટ શબ્દ સાંભળવા તો મળતો જ હશે. સર્કલ રેટ અને માર્કેટ રેટ વચ્ચેનું અંતર સમજવું ખુબ જરૂરી છે.

પ્રોપર્ટી ખરીદતા પહેલા આ 2 શબ્દો વિશે સારી પેઠે જાણી લો, નહીં તો પસ્તાવાનો વારો આવશે

ભારતમાં રિયલ એસ્ટેટ બજારમાં તેજીથી વિકાસ થઈ રહ્યો છે. પ્રોપર્ટીનું ટ્રાન્ઝેક્શન કરતી વખતે લગભગ તમામ લોકોને રિયલ એસ્ટેટમાં સર્કલ રેટ શબ્દ સાંભળવા તો મળતો જ હશે. સર્કલ રેટ અને માર્કેટ રેટ વચ્ચેનું અંતર સમજવું ખુબ જરૂરી છે. પ્રોપર્ટી ખરીદનારાઓ આ શબ્દો સાંભળતા હોય છે. 

સર્કલ રેટ
સર્કલ રેટ મોટાભાગે સ્થાનિક અધિકારીઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવતો હોય છે. આ એ ન્યૂનતમ કિંમત હોય છે જેના પર એક પ્રોપર્ટી, પછી ભલે તે કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ કે જમીનનો ટુકડો...વેચાણ માટે રજિસ્ટર કરાય છે. આ પ્રોપર્ટીના ભાવને નિયંત્રિત કરવામ માટે એક નિયામક તરીકે કામ કરે છે. જિલ્લા પ્રશાસનને રાજ્યો અને શહેરોમાં પ્રોપર્ટીઓ માટે માપદંડ સ્થાપિત  કરવાનું કામ સોંપાયુ છે. આ સર્કલ રેટ એરિયા પ્રમાણે અલગ અલગ હોય છે. સર્કલ રેટથી નીચેનું ટ્રાન્ઝેક્શન સામાન્ય રીતે રજિસ્ટર થતું નથી. હરિયાણા, પંજાબ અને યુપી જેવા રાજ્યોમાં સર્કલ રેટને કલેક્ટર દરો કે જિલ્લા કલેક્ટર  દરો (District Collector Rate) તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આ ઉપરાંત સર્કલ રેટ પ્રોપર્ટીનો માલિકી હક કે ટ્રાન્સફરને પણ પ્રભાવિત કરી શકે છે. તે રાજ્ય અને શહેરોમાં પ્રોપર્ટીનું લોકેશન નક્કી કરે છે. તે એ એરિયાના લેન્ડસ્કેપ અને ડેવલપમેન્ટને પણ દર્શાવે છે. 

પૈસાનો વરસાદ કરાવતો શેર; ₹1નો સ્ટોક 400 પર પહોંચ્યો, 1 લાખના બની ગયા 35 કરોડ

માર્કેટ રેટ
બીજી બાજુ માર્કેટ રેટ એ વાસ્તવિક કિંમતને દર્શાવે છે. જેના પર બિલ્ડર પ્રોપર્ટી વેચે છે. આ ભાવ પ્રોપર્ટીની સાઈઝ, સર્વિસ, અને સ્થાન જેવા માપદંડોથી પ્રભાવિત હોય છે. સામાન્ય રીતે સર્કલ રેટ કરતા માર્કેટ રેટ વધુ હોય છે. બિલ્ડર ભાગ્યે જ સર્કલ રેટ પર પ્રોપર્ટી વેચતા હોય છે. કારણ કે તેનાથી તેમને નુકસાન થાય છે. પરિણામે પ્રોપર્ટીઓ સામાન્ય રીતે સર્કલ રેટ પર ઉપલબ્ધ હોતી નથી. માર્કેટ રેટ રિયલ એસ્ટેટ સેક્ટરમાં કોઈ પણ એરિયાની વેલ્યૂ એપ્રિસિએશનને દર્શાવે છે. 

22 ફેબ્રુઆરીએ ઓપન થશે હોસ્પિટલ ચલાવતી કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત

જ્યારે સર્કલ રેટ પ્રોપર્ટી લેવડદેવડ માટે એક નિયામક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. માર્કેટ રેટના મૂલ્યને પ્રભાવિત કરનારા વિવિધ માપદંડો અને યોગ્ય સેલિંગ પ્રાઈસને દર્શાવે છે. સંભવિત ખરીદારો માટે રિયલ એસ્ટેટ બજારને પ્રભાવી રીતે નેવિગેટ કરવા અને પ્રોપર્ટી રોકાણ મામલે યોગ્ય નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More