Home> India
Advertisement
Prev
Next

મફતમાં રાશન લો છો અને ભાજપને વોટ નથી આપતા, ચોકીદારને જમીન પર પછાડી ફટકાર્યો, વીડિયો વાયરલ

Bareilly Homeguards Viral Video: હાલમાં એક જબરદસ્ત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને પ્રિયંકા ગાંધીએ પણ શેર કર્યો છે. ચોકીદાર વીરેન્દ્રની ફરિયાદ પર હોમગાર્ડ રામ પાલ અને વીર બહાદુર બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મફતમાં રાશન લો છો અને ભાજપને વોટ નથી આપતા, ચોકીદારને જમીન પર પછાડી ફટકાર્યો, વીડિયો વાયરલ

Bareily Home Guard Beaten Watchman Viral Video: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે હોમગાર્ડે મળીને એક ચોકીદારને માર માર્યો છે. ચોકીદારનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે ભાજપને મત આપ્યો ન હતો. જ્યારે ચોકીદારે મફત રાશન લીધા બાદ પણ વોટ ન આપ્યો ત્યારે હોમગાર્ડના જવાનોએ તેને ખૂબ માર માર્યો હતો. 

બજાર-મોલ કરતાં અહીં સસ્તો મળે છે સામાન, અમદાવાદમાં પણ સ્ટોલ, જોઇશે Smart Card

SDM ઓફિસ પરિસરમાં, બંને હોમગાર્ડ્સે રાઇફલના બટ્સથી ચોકીદારને લાતો મારી અને માર માર્યો. મારપીટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચોકીદાર વીરેન્દ્રની ફરિયાદ પર હોમગાર્ડ રામ પાલ અને વીર બહાદુર બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ધોળે દહાડે London માં બસ સ્ટોપ પર Indian woman ની ચાકૂ વડે હત્યા, જાણો કારણ
7 KG સોનું, 60 KG ચાંદી, લક્ઝરી કારો અને બંગલા, 12મું પાસ કંગના પાસે કેટલી સંપત્તિ

પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ઘટના અંગે ટ્વિટ કર્યું છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે, 'લોકોને રાશન મળે છે કારણ કે આ દેશના દરેક નાગરિકને ભોજનનો અધિકાર છે. ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલું અનાજ અને તેના વિતરણમાં ખર્ચવામાં આવતા પૈસા જનતાના છે શું ભાજપ સરકાર તેમના પર થોડો ખર્ચ કરીને જનતાને બંધક બનાવવા માંગે છે? આ પોલીસકર્મીઓમાં હિંમત ક્યાંથી આવી કે આપણા દલિત ભાઈઓ સાથે આ રીતે ક્રૂર વર્તન કરે?'

ગંગોત્રી-યમુનોત્રીમાં ન પાણી- ન ભોજનની વ્યવસ્થા, રોડ પર વિતાવી રાત, 10 લોકોના મોત
Road Accident: બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકો જીવતા ભડથું થઇ ગયા, 32 લોકો ઘાયલ

તમને જણાવી દઈએ કે આ આખો મામલો બરેલીના નવાબગંજ નગરના ગામ બાહોરંગલાનો છે. આ જગ્યાના રહેવાસી વીરેન્દ્ર કુમાર નવાબગંજ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે તૈનાત છે. વીરેન્દ્ર કુમાર પોતાની જમીનના કામ અનુસાર તહસીલ પહોંચ્યા હતા. ચોકીદારે જણાવ્યું કે ઓફિસમાં તૈનાત હોમગાર્ડ તેને જોઈને કમેન્ટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન હોમગાર્ડે ચોકીદારને કહ્યું કે તે સરકાર પાસેથી મફત રાશન લે છે અને વોટ પણ નથી આપતો. તેમજ અપશબ્દો બોલવા લાગ્યો હતો.

ઓલમ્પિક ખેલાડીઓ માટે એન્ટી સેક્સ બેડ, ઇંટીમેટ ન થાય એવી રીતે કર્યા ડીઝાઇન
Phalodi: ગત ચૂંટણી કરતાં ભાજપની સીટો વધશે કે ઘટશે? જાણો શું કહે છે Satta Bazar

જ્યારે ચોકીદારે આનો વિરોધ કર્યો તો હોમગાર્ડે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પછી બોલાચાલી વધી હતી. થોડી જ વારમાં વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો અને નજીકમાં ઉભેલા અન્ય હોમગાર્ડે પણ ચોકીદારને માર મારવાનું શરૂ કરી દીધું. બંને હોમગાર્ડે ચોકીદારને તહેસીલ પરિસરની બહાર જમીન પર ફેંકી દીધો અને તેને લાતો, મુક્કા અને રાઈફલના બટ્ટ વડે માર માર્યો અને ઘાયલ કર્યો હતો. આ દરમિયાન ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. પરંતુ કોઈએ દરમિયાનગીરી કરી ન હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, Zee24 Kalak આ વીડિયોની પુષ્ટી કરી રહ્યું નથી.

ઉનાળામાં માટલાનું પાણી પીતી વખતે કરશો નહી આ ભૂલ, સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
Rahu Gochar 2024: શનિના નક્ષત્રમાં રાહુની એન્ટ્રી, આ રાશિવાળું થશે કલ્યાણ, ગાડી-બંગલા બંધાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More