Home> India
Advertisement
Prev
Next

બેંકના કામ 20 તારીખ સુધીમાં પતાવી લેજો, નહી તો ક્રિસમસ કાઢવી પડશે પૈસા વગર !

બેંક કર્મચારીઓએ તહેવારનાં ટાણે જ હડતાળ પાડી છે, જેના કારણે 3 દિવસનું વેકેશન લંબાઇને 5 દિવસનું થઇ જશે

બેંકના કામ 20 તારીખ સુધીમાં પતાવી લેજો, નહી તો ક્રિસમસ કાઢવી પડશે પૈસા વગર !

અમદાવાદ : ક્રિસમસનાં તહેવારનાં સમયે દેશની મોટા ભાગની બેંકો પાંચ દિવસ બંધ રહેશે. બેંકોમાં આ વચ્ચે બે દિવસ હડતાળ છે અને બાકીનાં ત્રણ દિવસ બેંકોમાં રજા રહેશે. એટલા માટે આ દરમિયાન ક્રિસમસની રજાઓ વચ્ચે રોકડની અછત સર્જાઇ શકે છે. એવું એટલા માટે કારણ કે બેંક પાંચ દિવસ બંધ રહેશે. જો કે બંન્ને દિવસ અલગ અલગ બેંક યૂનિયનોએ હડતાળનું આહ્વાન કર્યું છે. તેનાં કારણે લોકોને ભારે પરેશાની થઇ શકે છે. 

મહિનાના આખરમાં એક હડતાળ ક્રિસમસ પહેલા અને બીજી તેના પછીનાં દિવસે હશે. પહેલી હડતાળ 21 ડિસેમ્બરે અને બીજી 26 ડિસેમ્બરે રહેશે. પહેલી હડતાળનું આયોજન ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કંફેડરેશન કરવા જઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેંકોની હડતાળનાં કારણે અનેક વ્યવહારો અટકી શકે છે. જ્યારે ક્રિસમસનું વેકેશન હોવાનાં કારણે નાણાની કટોકટી પણ સર્જાઇ શકે છે. 

આ રીતે પાંચ દિવસ બંધ રહેશે બેંક
21 તારીખે શુક્રવાર છે અને 22 તારીખે મહિનાનો ચોથો શનિવાર છે. 23 તારીખે રવિવારનાં કારણે બેંક બંધ રહેસે. સોમવારે 24 ડિસેમ્બરે બેંક ખુલશે. 25મી તારીખે ક્રિસમસની રજા તમામ બેંકોમાં રહેશે. ત્યાર બાદ બુધવારે પણ બેંકમાં હડતાળનાં કારણે રજા રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી સરકારી બેંકોનો વિલય કરવાનો નિર્ણય અને બેંકના કર્મચારીઓનાં વેતનમાં માત્ર 8 ટકાનો વધારો થવાનાં વિરોધમાં બેંક યુનિયને 21 અને 26 ડિસેમ્બરે હડતાળનું આહ્વાન કર્યું છે. યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનૂયનનાં અશ્વિની રાણાએ કહ્યું કે, સરાકાર તેમની માંગણીઓને સ્વિકારી નથી રહી, જેનાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More