Home> India
Advertisement
Prev
Next

મહિલા વિરુદ્ધ જાતિય હિંસા રોકવા પોર્ન સાઈટ બંધ કરોઃ નિતિશ કુમારની પીએમ મોદીને અપીલ

બિહારના મુખ્યમંત્રીની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "મુખ્યમંત્રી નીતિશ કુમારે(CM Nitish Kumar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) એક પત્ર લખીને ભારતમાં ચાલતી પોર્ન સાઈટ્સ(Porn Sites) બંધ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ઈન્ટરનેટ પર જે અશ્લિલ કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે તેને લાંબા સમય સુધી જોવાના કારણે લોકોની માનસિક્તા(Mentality) પર નકારાત્મક અસર(Negative Effect) પડી રહી છે, જેના પરિણામે દેશમાં મહિલાઓ સામે હિંસાની ઘટનાઓમાં(Crime against Women) વધારો થઈ રહ્યો છે."

મહિલા વિરુદ્ધ જાતિય હિંસા રોકવા પોર્ન સાઈટ બંધ કરોઃ નિતિશ કુમારની પીએમ મોદીને અપીલ

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે(Nitish Kumar) સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Narendra Modi) પત્ર લખીને અપીલ કરી છે કે તેઓ મહિલાઓ પર થઈ રહેલા જાતિય અત્યાચારોની ઘટનાઓને અટકાવવા(curb crimes against women) માટે ભારતમાં ચાલતી પોર્ન સાઈટ્સને(Porn Sites) બંધ કરે. 

બિહારના મુખ્યમંત્રીની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "મુખ્યમંત્રી નીતિશ કુમારે(CM Nitish Kumar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) એક પત્ર લખીને ભારતમાં ચાલતી પોર્ન સાઈટ્સ(Porn Sites) બંધ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ઈન્ટરનેટ પર જે અશ્લિલ કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે તેને લાંબા સમય સુધી જોવાના કારણે લોકોની માનસિક્તા(Mentality) પર નકારાત્મક અસર(Negative Effect) પડી રહી છે, જેના પરિણામે દેશમાં મહિલાઓ સામે હિંસાની ઘટનાઓમાં(Crime against Women) વધારો થઈ રહ્યો છે."

બળાત્કારના કેસોના નિકાલ અંગે સુપ્રીમ કોર્ટ બની ગંભીરઃ બે ન્યાયાધિશની સમિતિની રચના

બિહારના મુખ્યમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીની તીસ હજારી કોર્ટે ઉત્તરપ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને ઉન્નાવમાં એક સગીર વયની યુવતી પર બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યા છે. સેન્ગરને કોર્ટે ઈન્ડિયન પીનલ કોડની ધારા 376 અને પોક્સો કાયદાની ધારા 5 અને 6 અંતર્ગત દોષિત ઠેરવ્યા છે. 

નીતિશ કુમારે હૈદરાબાદ ઘટના પછી પણ જણાવ્યું હતું કે, "હૈદરાબાદ, યુપી અને બિહાર સહિત દેશમાં મહિલાઓ પર જાતિય હિંસાની ઘટનાઓમાં આઘાતજનક વધારો નોંધાઈ રહ્યો છે. મેં અગાઉ પણ સોશિયલ મીડિયા પર કેટલાક પ્રતિબંધ મુકવાની વાત કરી હતી. ટેક્નોલોજીની કેટલીક ખરાબ અસરો પણ હોય છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ અશ્લિલ સામગ્રી લોકોની માનસિક્તાને બગાડી રહી છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More