Home> India
Advertisement
Prev
Next

Cabinet Reshuffle: મોદી કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ દુખી બાબુલ સુપ્રિયો, કહી આ વાત

આસનસોલથી સાંસદ બાબુલ સુપ્રિયો મોદી સરકારમાં રાજ્યમંત્રી હતી. સુપ્રિયોએ ફેસબુક પર એક પોસ્ટ લખી પોતાના રાજીનામા વિશે જાણકારી આપી છે. તેમણે પીએમ મોદીનો આભાર માન્યો છે. 

Cabinet Reshuffle: મોદી કેબિનેટમાંથી રાજીનામુ આપ્યા બાદ દુખી બાબુલ સુપ્રિયો, કહી આ વાત

કોલકત્તાઃ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં પ્રથમવાર કેબિનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. આસનસોલથી સાંસદ સુપ્રિયોએ ફેસબુક પોસ્ટ પર આ વાતની જાણકારી આપી છે. આ પોસ્ટમાં રાજીનામુ આપવા પર તેમનું દુખ પણ સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, મને રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું અને મેં આપી દીધું છે. 

બાબુલ સુપ્રિયોએ મંત્રી પરિષદમાં સ્થાન આપવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, તે ખુશ છે કે તેમના ઉપર ભ્રષ્ટાચારના એકપણ દાગ નથી. તે પોતાના સંસદીય ક્ષેત્રના લોકોની સતત સેવા કરી રહ્યાં છે. સુપ્રિયોએ પોતાની પોસ્ટમાં લખ્યુ- જ્યારે ધુમાડો ઉઠે છે તો ક્યાંક ને ક્યાંક આગ જરૂર હોય છે. હું ખુદ તમને કહેવા ઈચ્છુ છું કે મેં મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. મને આમ કરવા માટે કહેવામાં આવ્યું અને મેં કરી દીધું. 

fallbacks

પોતાના માટે દુખી પરંતુ નવા મંત્રીઓ માટે ખુશ છું
બાબુલ સુપ્રિયોએ નવા મંત્રીમંડળમાં બંગાળથી સામેલ થનારા ચહેરાને શુભેચ્છા પણ આપે છે. તેમણે લખ્યુ છે- બંગાળથી મંત્રીમંડળમાં સામેલ થવા જઈ રહેલા નવા સાથીઓને ખુબ ખુબ શુભેચ્છા. હું મારા માટે જરૂર દુખી છું પરંતુ તે લોકો માટે ખુશ છું. 

આ પણ વાંચોઃ સિંધિયા, રાણે, પશુપતિ પારસ સહિત 43 નેતાઓ બનશે મંત્રી, સામે આવ્યું લિસ્ટ

સુપ્રિયા સિવાય આ મંત્રીઓએ આપ્યું રાજીનામુ
બાબુલ સુપ્રિયો મોદી મંત્રીમંડળમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રિયો સિવાય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંક, સંતોષ ગંગવાર, દેબોશ્રી ચૌધરી અને ડીવી સદાનંદ ગૌડાએ મોદી મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ સિવાય સંજય ધોત્રે અને રાવ સાહેબ દાનવેએ પણ રાજીનામુ આપ્યું છે. તો થાવરચંદ ગેહલોતને મંગળવારે કર્ણાટકના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More