Home> India
Advertisement
Prev
Next

ટ્વિટ કોન્ટ્રોવર્સી: બબીતા ફોગટનો પલટવાર, કહ્યું- ઝાયરા વસીમ નથી હું કે તમારી ધમકીઓથી જઈશ

કોરોના સંક્રમણને લઇને તબલીગી જમાત પર ટ્વિટથી થયેલા વિવાદ પર રેસલર બબીતા ફોગાટે પલટવાર કર્યો છે. ફોગાટે કહ્યું કે, ઝાયરા વસીમ નથી હું કે તમારી ધમકીઓથી જઈશ

ટ્વિટ કોન્ટ્રોવર્સી: બબીતા ફોગટનો પલટવાર, કહ્યું- ઝાયરા વસીમ નથી હું કે તમારી ધમકીઓથી જઈશ

નવી દિલ્હી: કોરોના સંક્રમણને લઇને તબલીગી જમાત પર ટ્વિટથી થયેલા વિવાદ પર રેસલર બબીતા ફોગાટે પલટવાર કર્યો છે. ફોગાટે કહ્યું કે, ઝાયરા વસીમ નથી હું કે તમારી ધમકીઓથી જઈશ. તેના આ નિવેદન તે પ્રતિક્રિયા પર આવ્યું છે જેમાં કહવામાં આવ્યું કે, તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે. ફોગાટે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરી તેનો પક્ષ મુક્યો હતો. બબીતાના સમર્થનમાં ટ્વિટર પર હાલ #ISupport_BabitaPhogat ટ્રેન્ડ કરી રહ્યું છે.

બબીતાએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકો મને ધમકીઓ આપી રહ્યાં છે. તે લોકોને હું કહેવા માગું છું કે, હું ઝાયરા વસીમ નથી હું કે તમારી ધમકીઓથી જઈશ. બબીતા ફોગાટ છું. હું દેશ માટે લડતી રહું છું, આગળ પણ લડતી રહીશ. મેં મારા ટ્વિટમાં કંઈપણ ખોટું લખ્યું નથી. હું મારા ટ્વિટ પર અત્યારે પણ કાયમ છું અને આગળ પણ રહીશ.

તેણે વધુમાં કહ્યું કે, મે માત્ર તે લોકો વિશે લખ્યું સછે જેમણે દેશમાં કોરોના સંક્રમણ ફેલાવ્યો છે. શું તબલીગી જમાતના લોકોની સંખ્યા કોરોના સંક્રમણના મામલે સૌથી વધારે નથી. જો તબલીગી જમાતે કોરોના સંક્રમણ ફેલાવ્યો ન હોત તો અત્યાર સુધીમાં લોકડાઉન પણ ખુલી ગયું હતો અને ભારતથી કોરોના હારી પણ ગયો હતો. હું હમેશા સત્ય કહું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More