Home> India
Advertisement
Prev
Next

અયોધ્યામાં રામમંદિરના પુરાવા આખરે સાબિત થયા, 10 પોઈન્ટ્સમાં જાણો આખો ચુકાદો

206 વર્ષથી ચાલી રહેલા રામ જન્મભૂમિ વિવાદનો આખરે અંત આવ્યો છે. જેમાં રામલલ્લાના બિરાજમાનના દાવા સાચો સાબિત થયો છે. દાયકાથી ખેંચાયેલો વિવાદ આખરે શમ્યો છે. જેમાં વિવાદિત જમીન પર રામ મંદિર હતું તેવુ સાબિત થઈ ગયું છે. આમ 70 વર્ષોથી ખેંચાઈ રહેલ રાજનીતિક રૂપથી સંવેદનશીલ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રિમ કોર્ટના પાંચ જજોની પીઠે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નિર્મોહી અખાડાના દાવાને નકારી કાઢતા સુપ્રિમ કોર્ટે રામલલ્લા બિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યું છે. તેમજ જજમેન્ટમાં સુન્ની વકફ બોર્ડને અન્ય ક્યાંક 5 એકરની જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, મંદિરના નિર્માણ માટે

અયોધ્યામાં રામમંદિરના પુરાવા આખરે સાબિત થયા, 10 પોઈન્ટ્સમાં જાણો આખો ચુકાદો

અમદાવાદ :206 વર્ષથી ચાલી રહેલા રામ જન્મભૂમિ વિવાદનો આખરે અંત આવ્યો છે. જેમાં રામલલ્લાના બિરાજમાનના દાવા સાચો સાબિત થયો છે. દાયકાથી ખેંચાયેલો વિવાદ આખરે શમ્યો છે. જેમાં વિવાદિત જમીન પર રામ મંદિર હતું તેવુ સાબિત થઈ ગયું છે. આમ 70 વર્ષોથી ખેંચાઈ રહેલ રાજનીતિક રૂપથી સંવેદનશીલ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રિમ કોર્ટના પાંચ જજોની પીઠે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. નિર્મોહી અખાડાના દાવાને નકારી કાઢતા સુપ્રિમ કોર્ટે રામલલ્લા બિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યું છે. તેમજ જજમેન્ટમાં સુન્ની વકફ બોર્ડને અન્ય ક્યાંક 5 એકરની જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે, મંદિરના નિર્માણ માટે
3 મહિનામાં એક ટ્રસ્ટ બનાવવામાં આવે. 

Ayodhya Verdict LIVE: જજમેન્ટમાં પુરાતત્વ વિભાગે રામમંદિરના આપ્યા મોટા પુરાવા, જુઓ શું છે

જજમેન્ટના 10 મહત્વના મુદ્દા

  • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અંદાજે 45 મિનીટમાં પોતાનો નિર્ણય વાંચીને સંભળાવ્યો. તેમણે કહ્યું કે, હિન્દુ બહાર સદીઓથી અહી પૂજા કરતા હતા. સુન્ની વકફ બોર્ડને અન્ય ક્યાંક 5 એકરની જમીન આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે.
  • સુપ્રિમ કોર્ટે કહ્યું કે, 16 ડિસેમ્બર, 1949 સુધી અહીં નમાજ પઢવામાં આવતી હતી. ટાઈટલ સૂટ નંબર 4 (સુન્ની વકફ બોર્ડ) અને 5 (રામલલ્લા બિરાજમાન)માં આપણને સંતુલન બનાવવું પડશે. હાઈકોર્ટે જે ત્રણ પક્ષ માન્યા હતા, તેમાં હવે માત્ર બે હિસ્સા બન્યા છે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ દ્વારા જમીનને બે ભાગમાં વહેચવુ તાર્કિક ન હતું. તેથી હવે રામલલ્લા બિરાજમાન અને સુન્ની બોર્ડ બે જ પક્ષ રહેશે. દરેક ધર્મના લોકોને બરાબરનું સન્માન આપવામાં આવ્યું છે. 
  • સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ટાઈટલ માત્ર આસ્થાથી સાબિત નથી થતું. 1856-57 સુધી વિવાદિત સ્થળ પર નમાજના સબૂત મળ્યા નથી. મુસ્લિમ પક્ષે કહ્યું કે, 1856થી પહેલા અંદરના ભાગમાં હિન્દુઓ અહી પૂજા કરતા હતા. તેઓને રોકી દેવાતા તેઓ બહાર પૂજા કરવા લાગ્યા હતા. અંગ્રેજોએ બંને ભાગને અલગ અલગ રાખવા માટે રેલિંગ બનાવી હતી. તેમ છતા હિન્દુઓ મુખ્ય ગુંબજની નીચે જ ગર્ભગૃહ હોવાનું માને છે. 
  • ASIના ખોદકામમાંથી નીકળેલ પુરાવાને બેધ્યાન ન કરી શકાય. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટનો નિર્ણય પૂરતી પારદર્શિતા સાથે થયો છે. બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર બની ન હતી. મસ્જિદના નીચે વિશાળ રચના હતી. એએસઆઈએ 12મી સદીમાં તેને મંદિર બતાવ્યું છે. કલાકૃતિઓ મળી હતી, તે ઈસ્લામિક ન હતી. વિવાદિત ઢાંચામાં જુની સંરચનાની ચીજોનો ઉપયોગ કરાયો છે. મુસ્લિમ પક્ષ સતત કહી રહ્યું હતું કે, ASIના રિપોર્ટ પર ભરોસો ન કરવો જોઈએ. જોકે, કોર્ટે કહ્યું કે, નીચે સંરચના મળવાથી હિન્દુઓના દાવાને નકારી શકાય નહિ. 
  • જજે કહ્યું કે, ASI એ બતાવી ન શક્યું કે, મંદિર તોડીને મસ્જિદ બનાવ્યું હતું. અયોદ્યામાં રામના જન્મ સ્થાનના દાવાને કોઈ પણ વિરોધ નથી કર્યો. વિવાદિત જગ્યા પર હિન્દુઓ પૂજા કરતા હતા. સાક્ષીઓના ક્રોસ એક્ઝામિનેશનથી હિન્દુઓના દાવો ખોટો સાબિત નહિ કરી શકાય. હિન્દુઓ મુખ્ય ગુંબજની નીચે જ રામ જન્મને યોગ્ય સ્થાન માને છે. રામલ્લલાના ઐતિહાસિક ગ્રંથોના વિવરણ રાખે. હિન્દુઓ અહી પરિક્રમા પણ કરતા હતા. ચબૂતરો, સીતા રસોઈ, ભંડારાના દાવાની પણ પુષ્ટિ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક ગ્રંથ સ્કંદ પુરાણમાં આ બાબતોનો ઉલ્લેખ છે. 
  • કોર્ટે શિયા વકફ બોર્ડની અપીલ નકારી કાઢી છે. કોર્ટે કહ્યું કે, મસ્જિદ ક્યારે બની, તેનાથી કોઈ ફરક નથી પડતો. 22-23 ડિસેમ્બર, 1949ના રોજ મૂર્તિ રાખવામાં આવી હતી. એક વ્યક્તિની આસ્થા બીજાના અધિકાર ન છીનવી શકે. નમાજ પઢવાની જગ્યાને આપણે મસ્જિદ માનવાથી નકારી ન શકાય. જજે કહ્યું કે, આ જગ્યા સરકારી જમીન છે.  
  • સુપ્રિમ કોર્ટે હિન્દુ પક્ષ નિર્મોહી અખાડાના દાવાને પણ નકારી કાઢ્યું છે. હાઈકોર્ટે આ પક્ષને ત્રીજો ભાગ આપ્યો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટે રામલલ્લાને કોર્ટના મુખ્ય પક્ષકાર માન્યા છે. નિર્મોહી અખાડો પણ સેવાદા નથી. સુપ્રિમ કોર્ટે રામલલ્લા બિરાજમાનને જ કાયદાકીય માન્યતા આપી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More