Home> India
Advertisement
Prev
Next

અયોધ્યામાં વધુ એક રેકોર્ડ, 14 લાખ રંગબેરંગી દીવડામાંથી ભગવાન રામની આકૃતિ તૈયાર

Ram Mandir: 22 જાન્યુઆરી 2024ના રામ મંદિરમાં ભગવાન શ્રીમ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. હવે 11 લાખ દીવડામાંથી ભગવાન રામની આકૃતિ તૈયાર કરવામાં આવી રહી છે.

અયોધ્યામાં વધુ એક રેકોર્ડ, 14 લાખ રંગબેરંગી દીવડામાંથી ભગવાન રામની આકૃતિ તૈયાર

અયોધ્યાઃ અયોધ્યા વધુ એક વર્લ્ડ રેકોર્ડની સાક્ષી બની છે. 14 લાખ રંગબેરંગી દીવડામાંથી ભગવાન શ્રી રામની આકૃતિ તૈયાર કરવામાં આવી છે. કેવી છે આ અનોખી કરામાત...જોઈએ આ અહેવાલમાં...

દિવાળીના સમયે જ્યાં સરયૂ નદીના ઘાટ પર દીવડા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો, ત્યાં અયોધ્યામાં જ દીવડાનો જ વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ રામ જન્મભૂમિ ન્યાસની જગ્યાએ 14 લાખ રંગબેરંગી દીવડામાંથી ભગવાન રામની ભવ્ય આકૃતિ તૈયાર કરાવી છે. આકૃતિમાં ભગવાન હાથમાં તીર કામઠા સાથે નિશાન સાધતા નજરે પડે છે, જ્યારે તેમના ચરણો પાસે દીવડામાંથી જ રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે..

મંદિરની પ્રતિકૃતિની નીચેની તરફ દીવડાની ગોઠવણીથી જ જય શ્રી રામ લખવામાં આવ્યું છે. નામની એક તરફ દીવામાંથી પ્રધાનમંત્રી મોદીનો ચહેરો કંડારવામાં આવ્યો છે, જ્યારે  બીજા છેડે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ચહેરો છે...દીવડાની આ ગોઠવણ પોતાનામાં અનોખી છે.

આ પણ વાંચોઃ ગુજરાતથી મોકલાયેલો 1100 કિલોનો દીવો અને 56 ઈંચનું નગારૂ રામ મંદિરને અર્પણ

અગાઉ અયોધ્યામાં 11 લાખ દીવડાનો રેકોર્ડ સર્જાયો હતો. જો કે હવે 14 લાખ દીવડા સાથે જૂનો રેકોર્ડ તૂટી ગયો છે..આ કાર્યક્રમની ખાસિયત એ છે કે આ રંગબેરંગી દીવડા સ્થાનિક કુંભારો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે.

અયોધ્યા એક રીતે હવે રેકોર્ડની નગરી પણ બની ગઈ છે. એકબાદ એક નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે અને જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે..આ સિલસિલો હવે રામનગરી માટે કાયમી થઈ ચૂક્યો છે..જે આ શહેરની ભવ્યતામાં વધારો કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More