Home> India
Advertisement
Prev
Next

રામ મંદિર પરિસરના નિર્માણમાં તમે પણ બની શકો છો ભાગીદાર, ટ્રસ્ટને મોકલો સૂચનો

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ પાછલા સપ્તાહે એક બેઠક બાદ જનતા પાસે પરિવરને વિકસિત કરવા માટે ડિઝાઇન આમંત્રિત કરી છે.
 

રામ મંદિર પરિસરના નિર્માણમાં તમે પણ બની શકો છો ભાગીદાર, ટ્રસ્ટને મોકલો સૂચનો

અયોધ્યાઃ રામ મંદિર નિર્માણ શરૂ થયા બાદ રામ મંદિર પરિવરને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ટ્રસ્ટે લોકો પાસે ડિઝાઇન અને આઇડિયા માગ્યા છે. 70 એકરમાં બનનાર રામ મંદિર પરિસરના નિર્માણમાં પસંદગીની ડિઝાઇનને લાગૂ કરવામાં આવશે. 

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ પાછલા સપ્તાહે એક બેઠક બાદ જનતા પાસે પરિવરને વિકસિત કરવા માટે ડિઝાઇન આમંત્રિત કરી છે.

પરિસરમાં પુષ્કર્ણી, યજ્ઞ મંડપમ, અનુષ્ઠાન મંડપમ, કલ્યાણા મંડપમનું નિર્માણ થશે. તેના માટે આઇડાય અને ડિઝાઇન માગવામાં આવી છે. 

ટ્રસ્ટે કહ્યુ કે, આ ડિઝાન વાસ્તુ પર આધારિત હોવી જોઈએ. પરિસરમાં 51 વિદ્યાર્થીઓ માટે ગુરૂકુળનું નિર્માણ પણ કરવામાં આવશે. આ માટે પણ લોકો પાસે વિચાર માગવામાં આવ્યા છે. 

હાલમાં રહેલા પૌરાણિક સ્થળ જેવા કે નલ નીલ ટીલા, સીતા કી રસોઈ, કુબેર ટીલા અને અંગદ ટીલાને પણ મુખ્ય નિર્માણ સ્થળ સાથે જોડવા માટે ડિઝાઇન અને વિચાર માગવામાં આવ્યા છે. ટ્રસ્ટે મંદિર આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે કરવામાં આવી રહેલા કામ માટે પણ લોકોના સૂચનો માગ્યા છે. 

જમ્મુ-કાશ્મીરઃ  DDC ચૂંટણીની જાહેરાત, પ્રથમવાર પશ્ચિમી પાકિસ્તાનના શરણાર્થી આપશે મત  

ટ્રસ્ટે કહ્યું કે, આ સૂચન પરિસરના વિભિન્ન પાસાઓ જેવા કે ધાર્મિક યાત્રા, સંસ્કૃતિ, વિજ્ઞાન વગેરેને સમાવેશી કરતા હોવા જોઈએ. તેમાં સંબંધિત તમામ જાણકારી ટ્રસ્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સૂચનોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો છેલ્લો નિર્ણય ટ્રસ્ટનો હશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More