Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ રામલલા પાસે માફી માંગી, પ્રાણ પ્રતિષ્ઠા બાદ કહ્યું- પ્રભુ ક્ષમા કરે

પીએમ મોદીએ કહ્યું કે આજથી હજાર વર્ષ બાદ પણ લોકો આ તારીખની ચર્ચા કરશે. આ રામની કૃપા છે કે આપણે બધા આ પળના સાક્ષી છીએ. આ સમય સામાન્ય સમય નથી. આ  કાળના ચક્ર પર સર્વકાલિક શાહીથી અંકિત થઈ રહેલા અમિટ સ્મૃતિ રેખાઓ છે.

PM મોદીએ રામલલા પાસે માફી માંગી, પ્રાણ પ્રતિષ્ઠા બાદ કહ્યું- પ્રભુ ક્ષમા કરે

500 વર્ષ પહેલા કરોડો હિન્દુઓનો જે ઈન્તેજાર અને સંઘર્ષ શરૂ થયો હતો તે સોમવારે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂરો થયો. પીએમ નરેન્દ્ર મોદીએ અભિજીત મુહૂર્તમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્ય સંપન્ન કર્યું. પીએમ મોદીએ  ત્યારબાદ દેશને સંબોધિત કરતા એકબાજુ જ્યાં આ ઐતિહાસિક પળને મહત્વની ગણાવી ત્યાં બીજી બાજુ તેમણે રામલલાની માફી પણ માંગી. તેમણે તેમના મંદિર નિર્માણમાં લાગેલા સમયને લઈને માફી માંગી. 

માફી માંગી
પીએમ મોદીએ માફી માંગતા કહ્યું કે હું આજે ભગવાન રામની ક્ષમા યાચના કરું છું કે આપણા પુરુષાર્થ, ત્યાગ અને તપસ્યામાં કઈક તો કમી રહી ગઈ હશે કે આપણે આટલી સદીઓ સુધી આ કાર્ય કરી શક્યા નહીં. આજે એ કમી પૂરી થઈ ગઈ છે. મને વિશ્વાસ છેકે પ્રભુ રામ આજે આપણને જરૂર માફ કરી દેશે. 

સામાન્ય સમય નથી
પીએમ મોદીએ કહ્યું કે આજથી હજાર વર્ષ બાદ પણ લોકો આ તારીખની ચર્ચા કરશે. આ રામની કૃપા છે કે આપણે બધા આ પળના સાક્ષી છીએ. આ સમય સામાન્ય સમય નથી. આ  કાળના ચક્ર પર સર્વકાલિક શાહીથી અંકિત થઈ રહેલા અમિટ સ્મૃતિ રેખાઓ છે. તેમણે રામ ભક્ત હનુમાનની સાથે સાથે માતા જાનકી, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને પ્રણામ કર્યા. 

અયોધ્યાએ ખુબ લાંબો વિયોગ સહન કર્યો
પીએમ મોદીએ કહ્યું કે ગુલામીની માનસિકતાને તોડીને રાષ્ટ્ર ઊભું થયું. ભૂતકાળના દરેક દંશથી જુસ્સો લેતા રાષ્ટ્ર આવા જ નવા ઇતિહાસનું સર્જન  કરે છે. આજથી હજાર વર્ષ બાદ પણ લોકો આજની તારીખ અને આજની પળની ચર્ચા કરશે. અયોધ્યાએ લાંબો વિયોગ સહન કર્યો છે. આપણી અનેક પેઢીઓએ વિયોગ સહન કર્યો છે. પ્રભુ રામના અસ્તિત્વને લઈને કાનૂની લડાઈ લડી. ન્યાયપાલિકાનો આભાર કે તેમણે ન્યાયની લાજ રાખી. 

રામ વિવાદ નથી, સમાધાન છે
પીએમએ આગળ કહ્યું કે રામ બધાના છે. રામ વિવાદ નથી, રામ સમાધાન છે. રામ વર્તમાન નથી, રામ અનંતકાળ છે. રામ આગ નથી, ઉર્જા છે. આ શુભ ઘડીની તમને બધાને, સમસ્ત દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ. રામ મંદિરના ભૂમિપૂજન બાદથી રોજેરોજ આખા દેશમાં ઉમંગ અને ઉત્સાહ વધી રહ્યો હતો. નિર્માણ કાર્ય જોઈને દેશવાસીઓમાં દરરોજ એક નવો વિશ્વાસ પેદા થઈ રહ્યો હતો. આજે આપણને સદીઓની સાથે ધૈર્યની ધરોહર મળી છે. 

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને પરિક્રમા બાદ પ્રભુ શ્રીરામ સામે પીએમ મોદી દંડવત થઈ ગયા. ત્યારબાદ તેમણે મંદિરમાં રહેલા સંતોના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને પુરોહિતોને દક્ષિણા આપી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનુષ્ઠાન માટે 3 દિવસ સુધી એક સમય ભોજન વર્જિત ક રવાનું કહેવાયું હતું. પરંતુ પીએમ મોદીએ 11 દિવસ સુધી અનુષ્ઠાન કર્યું. તેમણે પૂજા માટે વિદેશયાત્રાનો પણ ત્યાગ કર્યો. 3 દિવસ સુધી જમીન પર સૂવાનું કહેવાયું, 11 દિવસ સુધી જમીન પર સૂતા રહ્યા. 

આ દરમિયાન પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહન ભાગવત, મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ, રાજ્યપાલ આનંદીબેન પટેલ,યુપીના સીએમ યોગી આદિત્યનાથ, નિર્મોહી અખાડાના ગોવિંદ ગિરીજી મહારાજ સહિત અન્ય ગણમાન્ય મંચ પર હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં સાધુ અને સંતો પણ હાજર રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More