Home> India
Advertisement
Prev
Next

અયોધ્યામાં શરૂ થયું રામ મંદિર નિર્માણ, દાન આપવા ટ્રસ્ટે જાહેર કર્યો એકાઉન્ટ નંબર

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બુધવારે એક વીડિયો સંદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું, હવે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.
 

અયોધ્યામાં શરૂ થયું રામ મંદિર નિર્માણ, દાન આપવા ટ્રસ્ટે જાહેર કર્યો એકાઉન્ટ નંબર

અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. બુધવારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે. પાંચ ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા અને રામ મંદિર ભૂમિ પૂજનનો પાયો નાખ્યો હતો. હવે રામ મંદિરનું નિર્માણ  કાર્ય શરૂ થઈ ગયું છે. ટ્રસ્ટ તરફથી બુધવારે એકાઉન્ટ નંબર અને અન્ય જાણકારી શેર કરવામાં આવી છે, જેનાથી લોકો દાન કરી શકશે. 

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે બુધવારે એક વીડિયો સંદેશ જારી કર્યો છે. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું, હવે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. ચંપત રાય પ્રમાણે, કરોડો રામ ભક્ત મંદિર નિર્માણમાં યોગદાન દેવા ઈચ્છે છે ત્યાર બાદ હવે ટ્રસ્ટ તરફથી દાન કરવાની બધાને જાણકારી આપવામાં આવી રહી છે. 

શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું, 'જય શ્રી રામ! પ્રભુ શ્રીરામની પાવન જન્મભૂમિ પર તેમના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કાર્ય માનનીય પ્રધાનમંત્રી જી દ્વારા ભૂમિપૂજન બાદ પ્રારંભ થઈ ગયું છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર બધા રામ ભક્તોને આહ્વાન કરે છે કે મંદિર નિર્માણ હેતુ યથાશક્તિ તથા યથાસંભવ દાન કરે.'

પ્રધાનમંત્રીએ કર્યું હતું ભૂમિ પૂજન, નવા મોડલની સાથે બનશે મંદિર
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકાર તરફથી ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, તેની પાસે રામ મંદિર સંચાલન સાથે જોડાયેલા અધિકાર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ટ્રસ્ટ તરફથી ભૂમિ પૂજન માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, ત્યારબાદ પાંચ ઓગસ્ટે પીએમે ભૂમિ પૂજન કર્યું હતું. 

fallbacks

પ્રધાનમંત્રી મોદી સિવાય રામ મંદિર ભૂમિ પૂજનમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય સંતો-મહાત્મા હાજર રહ્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, રામ મંદિર દેશમાં એકતાનું નવુ સૂત્ર બનશે અને ઈતિહાસ રચશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More