Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા મુદ્દે આ અઠવાડીયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાઇ શકે છે મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ જન્મભુમિ મુદ્દે ગત્ત ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. હાલમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ કાર્યક્રમમાં કહ્યું હતુ કે અયોધ્યામાં જલ્દી રામ મંદિરન બનશે

અયોધ્યા મુદ્દે આ અઠવાડીયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાઇ શકે છે મહત્વનો નિર્ણય

નવી દિલ્હી : અયોધ્યા રામ જનમ્ભુમિ મુદ્દે જોડાયેલા એક મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટ 28 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટ આ બાબતે ચુકાદો આપશે કે મસ્જિદમાં નમાઝ પઢવું ઇસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહી. આ વાત અંગે ચુકાદો આપ્યા બાદ જ ટાઇટલ સુટનાં મુદ્દે  ચકાદો આપે તેવી શક્યતાઓ છે. 

1994માં સુપ્રીમ કોર્ટની પીઠે ચુકાદો આપ્યો હતો કે મસ્દિજમાં નમાઝ પઢવાનો ઇસ્લામનો ઇંટ્રીગલ પાર્ટ નથી, તે સાથે જ રામ જન્મભુમિમાં યથાસ્થિતી યથાવત્ત રાખવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેથી હિંદુ ધર્મના લોકો ત્યાં પુજા કરી શકે. 

હવે કોર્ટ તે બાબત પર વિચાર કરશે કે શું 1994 વાળા ચુકાદાની સમીક્ષાની જરૂર છે કે નહી. કોર્ટે 20 જુલાઇના રોજ ચુકાદો સુરક્ષીત રાખી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટાઇટલ સુટની પહેલા આ ચુકાદો ઘણો મહત્વનો સાબિત થઇ સકે છે. સુપ્રીમ કોર્ટની એડવાન્સ માહિતી અનુસાર આ ચુકાદાનાં લિસ્ટમાં સમાવિષ્ટ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 1994ના ચુકાદામાં પાંચ જજોની પીઠે કહ્યું હતું કે, મસ્જીદમાં નમાઝ પઢવાનું ઇસ્લામનું ઇંટ્રીગલ પાર્ટ નથી. 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એક તૃતિયાંશ મુસ્લિમ અને એક તૃતિયાંશ રામલલાને આપવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More