Home> India
Advertisement
Prev
Next

Ayodhya dispute : ચૂકાદા પૂર્વે સાંસદ સાક્ષી મહારાજનું વિવાદીત નિવેદન, રામ મંદિર નિર્માણની કરી જાહેરાત....

સાક્ષી મહારાજે કહ્યું કે, "શિયા વકફ બોર્ડે પહેલા જ કહી દીધું હતું. હવે સુન્ની વકફ બોર્ડે પણ જે નિર્ણય લીધો છે તેના માટે હું તમામ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું. ચાર સપ્તાહમાં જે નિર્ણય આવશે તે ભગવાન રામની તરફેણમાં જ આવશે. ઉપર ભગવાન રામ છે અને નીચે ધરતી પર ન્યાયાધીશ ભગવાન છે. નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ ચૂકાદો આપશે." 
 
Ayodhya dispute : ચૂકાદા પૂર્વે સાંસદ સાક્ષી મહારાજનું વિવાદીત નિવેદન, રામ મંદિર નિર્માણની કરી જાહેરાત....

ઉન્નાવઃ ભાજપના નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે જાહેરાત કરી છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 6 ડિસેમ્બરના રોજ શરૂ થશે. સંયોગવશાત 6 ડિસેમ્બર એ તારીખ છે જ્યારે 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી નાખવામાં આવી હતી. આ સાથે જ સાક્ષી મહારાજે જણાવ્યું છે કે, તમામ વિશ્વની, ભારતના તમામ ધર્માચાર્યો, હું તો ત્યાં સુધી કહીશ કે દેવી-દેવતાઓ પણ માનનીય સુપ્રીમ કોર્ટ ઉપર નજર રાખીને બેઠા છે. 

સાક્ષી મહારાજે કહ્યું કે, "શિયા વકફ બોર્ડે પહેલા જ કહી દીધું હતું. હવે સુન્ની વકફ બોર્ડે પણ જે નિર્ણય લીધો છે તેના માટે હું તમામ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું. ચાર સપ્તાહમાં જે નિર્ણય આવશે તે ભગવાન રામની તરફેણમાં જ આવશે. ઉપર ભગવાન રામ છે અને નીચે ધરતી પર ન્યાયાધીશ ભગવાન છે. નીચેવાળા ભગવાન ઉપરવાળા ભગવાનની તરફેણમાં જ ચૂકાદો આપશે." 

અયોધ્યા કેસઃ તમામ પક્ષોની દલીલો પૂર્ણ, 17 નવેમ્બર પહેલાં આવી શકે ચૂકાદો

સાક્ષી મહારાજે વધુમાં કહ્યું કે, "અયોધ્યામાં બે દિવાળી મનાવાશે. એક દિવાળી પ્રભુ શ્રીરામના આગમન પર મનાવાય છે, બીજી ભગવાન રામની તરફેણમાં આવનારા ચૂકાદા પર મનાવાશે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જે રીતે જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું સમાધાન ચપટીમાં કર્યું હતું એવી જ રીતે મંદિર પર ચૂકાદો આવ્યા પછી એક પાંદડું પણ નહીં હલે. હિન્દુ અને મુસ્લિમ બધા જ તેનું સ્વાગત કરશે."

શું સુન્ની વકફ બોર્ડે અયોધ્યા કેસ પાછો ખેંચ્યો? શું કહે છે મુસ્લિમ પક્ષના વકીલ જિલાની?

સાક્ષી મહારાજે આગળ કહ્યું કે, "એ બાબત તર્કસંગત છે કે મંદિરનું નિર્માણ એ તારીખે જ શરૂ થવું જોઈએ, જ્યારે વિવાદિત માળખું તોડી પડાયું હતું. આ સપનું વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોના કારણે સાકાર થવા જઈ રહ્યું છે."

અયોધ્યા કેસ: યોગી સરકારે 30 નવેમ્બર સુધી રદ કરી અધિકારીઓની રજા, તહેનાત કરાશે વધારાની ફોર્સ

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More