Home> India
Advertisement
Prev
Next

અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ સ્થિર, ચિંતાનું કોઇ કરાણ નથી : AIIMS

એઇમ્સના મેડિકલ બુલેટિનમાં કહેવાયું છે કે, વાજપેયીની તબિયત હાલમાં સ્થિર છે અને ચિંતાનું કોઇ કારણ જણાતું નથી. 

અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ સ્થિર, ચિંતાનું કોઇ કરાણ નથી : AIIMS

નવી દિલ્હી : અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઇમ્સ) તરફથી મંગળવારે જાહેર કરાયેલા મેડિકલ બુલેટિન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ચાહકો માટે રાહત આપનારૂ સાબિત થયું છે. મેડિકલ બુલેટિનમાં કહેવાયું છે કે, વાજપેયીની તબિયત હાલમાં સ્થિર છે અને ચિંતાનું કોઇ કારણ નથી. જોકે ઇન્ફેકશન દૂર થવા સુધી તેઓ એઇમ્સમાં સારવાર હેઠળ રહેશે. 

આ પહેલા AIIMs તરફથી સોમવારે રાતે પોણા અગિયાર વાગે મેડિકલ બુલેટિનમાં એઇમ્સે કહ્યું હતું કે, વાજપેયીને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેકશન અને કિડની સંબંધી તકલીફ બાદ સારવાર માટે લવાયા હતા. તપાસમાં એમને યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેકશન સામે આવ્યું હતું. 

આ પણ વાંચો : અટલજીના ખબર અંતર પૂછવા AIMS પહોંચ્યા મોદી સહિત અનેક દિગ્ગજ નેતા

બુલેટિનમાં કહેવાયું છે કે, વાજપેયીની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે અને તબીબોની એક ટીમ સતત એમનું ધ્યાન રાખી રહી છે. 

આ પહેલા હોસ્પિટલે જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા છે. એમની નિયમિત તપાસ અને નિદાન માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે હાલમાં એમની હાલત સ્થિર છે. હોસ્પિટલ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં 93 વર્ષિય વાજપેયીની સારવાર ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More